________________
મહામંત્ર અને તેની સાધના
(ધાર્મિક પ્રવચનોમાં સદ્ગુરુઓના મુખેથી મહામંત્ર અને તેની સાધના અંગે સાંભળેલા વિવિધ ઉપદેશોમાંથી તારવેલી વાનગીઓ આ લેખમાં છે.)
(૧) મહામંત્રના પ્રથમ બે પદ દેવપદ છે. પછીના ત્રણ પદ ગુરુપદ છે. “નમો’ પદનું રહસ્ય “માર્ગાનુસારિતા' છે, કેમ કે નમસ્કારની ક્રિયા મોક્ષ અપાવે છે, તેમાં આલંબન દેવગુરુ છે. કર્મબંધન કાયા-વચન અને મન ત્રણ વડે થાય. મન-વચન-કાયા વડે નમસ્કાર કરવાથી તે ત્રણે પ્રકારના કર્મોનો નાશ થાય છે.
(૨) નવકારજાપમાં એકાગ્રતા જરૂરી છે. જે વસ્તુની એકાગ્રતા લાવવી હોય તેના ગુણમાં રસ થવો જોઈએ. બીજા વિચારો ન આવે તેનો નિષેધાત્મક negative પ્રયત્ન કરવાને બદલે જેનો જાપ કરીએ તેનો positive વિચાર કરવો જોઈએ. એકાગ્રતા, લાવવા માટે માળા અને સ્થાન નિયત જોઈએ. સ્થાનસ્થાપનામાં પણ રહસ્ય છે. એક જ સ્થળે આસન કરવાથી અને એક જ નવકારવાળી વડે જાપ કરવાથી પવિત્ર પરમાણુઓનો સંગ્રહ થાય છે.
(૩) સંજ્ઞી પંચેંદ્રિય માનવ શરીરમાં અદ્ભુત શક્તિઓ છે, જે દેવતા-નારકી વગેરેના શરીરમાં અલભ્ય છે. માનવ શરીરની પીઠમાં કરોડરજ્જુ છે તેને મેરુદંડ કહેવાય છે, તેમાં પણ રહસ્ય છે. બેસવામાં શરીર ટટાર રાખવાથી મન સ્થિર થાય છે.
(૪) મનને આત્મા સાથે જોડે, અંતર્મુખ બનાવે તે યોગ. મનુષ્ય શબ્દ “મનું !! ધાતુ પરથી થયો છે. મનન કરવા માટે માન છે. મનન કરવાથી આત્માનું રક્ષણ કરે તે મંત્ર છે. મંત્રની સાધના એક પ્રકારનો યોગ છે. મનને આત્મા સાથે જોડવું પણ બહાર ભટકતું ન રાખવું, તેથી અતીન્દ્રિય સુખ ઉપજે છે. પદાર્થમાં સુખ નથી, સુખ આત્મામાં છે. આત્મા અનંત સુખ-શક્તિનો ખજાનો છે. પુદ્ગલમાં ગમે તેટલા રૂપ-રસ હોય તેથી આત્માને શું લાભ ? પુગલમાં સુખ નથી, પણ સુખ-દુઃખની માત્ર કલ્પના છે. આત્માની પોતાની ચીજ કેમ પ્રાપ્ત કરવી તે યોગ શીખવે છે. યોગવિદ્યા, અધ્યાત્મવિદ્યા એ પોતાની વિદ્યા છે. બે કાન, બે આંખ, બે નાકના છિદ્ર અને એક મો–એમ સાત છિદ્રોને સાત આંગળીઓથી બંધ કરી “નમો અરિહંતા'ના સાત અક્ષરોનું સ્મરણ કરવામાં આવે તો દેવલોકના ઘંટારવ, દિવ્ય સંગીત, દિવ્ય રૂપ, દિવ્ય ગંધ અને દિવ્ય રસનો અનુભવ થાય છે. "Do and see' અંદર ઉંડા ઉતરો ને અનુભવ કરો.
(૫) મનુષ્ય શરીરમાં અનેક ચક્રો છે, તે ચક્રો ઉઘડી જાય છે તો અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત થાય છે. બારાખડી એ પરમાત્મપદની ચાવી છે. “અહં' પદમાં
૩૦૦૦ ધર્મ-ચિંતન