________________
..
કર્મચક્ર અને ધર્મચક્ર
(કર્મચક્રની સમગ્ર તાકાતને આંબવાની ધર્મચક્રની અચિંત્ય શક્તિનું, ચિંતનપ્રધાન આ મૌલિક લેખ અનુપમ દર્શન કરાવે છે. સુજ્ઞ વાચકોને તે જરૂર ગમશે. સં.)
૫૨મતત્ત્વદર્શી શ્રી સર્વજ્ઞ ભગવંતોએ અષ્ટમૂલ પ્રકૃતિના આધારે કર્મચક્રની પ્રવૃત્તિનું પ્રરૂપણ કર્યું છે, પ્રકૃતિ પ્રબળ હોવાથી સંસાર-ચક્ર ચાલે છે. આ સંસારચક્રમાં પરિભ્રમણ કરતા કોંઈક ભવ્ય જીવની સામે શ્રીઅરિહંત પરમાત્માની કૃપાથી ધર્મચક્ર ઉપસ્થિત થાય છે. તેથી તેને સ્વાર્થભાવનું વિસ્મરણ થાય છે અને સર્વ જીવો પ્રત્યેના પરાર્થભાવની તીવ્ર સ્મૃતિ જાગે છે, અથવા તેનો ‘અહં' ‘સર્વ’માં વિલીન થાય છે એ રીતે જીવના ‘અ’નો વિલય કરીને ધર્મચક્ર સમસ્ત કર્મચક્રનો પ્રધ્વંસ કરે છે અને તેનો સિદ્ધચક્રમાં પ્રવેશ કરાવે છે.
કર્મચક્રથી સંસારચક્ર ચાલે છે અને ધર્મચક્રથી સિદ્ધચક્ર. સંસારચક્રનો મધ્ય (મૂળ) હેતુ ચારિત્ર્ય મોહનીય કર્મ છે, તો શ્રીસિદ્ધચક્રમાં નિર્મોહ એવા શ્રી ‘અરિહંત પરમાત્મા' મધ્યગત છે. જેમ સંસારચક્રમાં વેદનીય કર્મ શીર્ષ-સ્થાનીય કારણ છે, કારણ કે સુખ-દુ:ખની વેદનાનો પ્રવાહ તે જ સંસાર છે, તેમ શ્રીસિદ્ધચક્રમાં શીર્ષસ્થાને વેદનીયકર્મરહિત શ્રીસિદ્ધભગવંત છે. એ સિદ્ધભગવંત પર આપણી દૃષ્ટિ પડતાં જ ધર્મચક્ર ગતિમાન બને છે. અનંતઆનંદ અથવા નિર્દેદ્ર સુખનો અનંત પ્રવાહ તે જ સિદ્ધત્વ છે. સંસારચક્રના વામ પાર્શ્વમાં જેમ ગોત્રકર્મ સ્થિત છે, તેમ ધર્મચક્રના વામ પાર્શ્વમાં આચાર્યપદ છે, જેમ ગોત્રકર્મ ઉચ્ચનીચપદને આપે છે, તેમ આચાર્યભગવંત આચાર દ્વારા ધર્મચક્રમાં ઉચ્ચપદ પ્રાપ્ત કરાવે છે. જેમ સંસારચક્રના નીચેના સ્થાનપર આયુઃકર્મ છે, જે જન્મ-મરણનો મુખ્ય હેતુ છે, તેમ શ્રીસિદ્ધચક્રના નીચેના સ્થાને શ્રીઉપાધ્યાય ભગવંત બિરાજમાન છે, તેઓ અનંતજીવન (સિદ્ધત્વ)ના પ્રધાન કારણ છે,
કારણ કે પ્રવચનજ્ઞાન વિના સંસારચક્રનો છેદ થઈ શકતો નથી. જેમ સંસારચક્રના દક્ષિણ પાર્શ્વમાં અંતરાય કર્મ છે, જે ‘ધર્મચક્ર'માંના પ્રવેશને રોકે છે, તેમ સિદ્ધચક્રના દક્ષિણ ભાગમાં શ્રીસાધુ ભગવંત શોભે છે, જેમના પ્રભાવથી કર્મચક્રના સર્વ દ્વારો રોકાઈ જાય છે.
જે રીતે સંસારચક્રના ચાર ખૂણાઓમાં અનુક્રમે દર્શનમોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને નામકર્મ છે, તેમ સિદ્ધચક્રના ચાર ખૂણાઓમાં અનુક્રમે દર્શન, જ્ઞાન ૨૯૮૦ ધર્મ-ચિંતન