________________
ધર્મચક્ર' માટે સર્વસ્વભાવ
(‘ધર્મ’, ‘ચક્ર', ‘સર્વ’, ‘સ્વ’ અને ‘ભાવ’ એ શબ્દોની જુદી જુદી રીતે યોજના એ આ લેખની વિશેષતા છે.)
જે સર્વને ધારણ કરે છે, જેની સૌએ ધારણા કરવી જોઈએ અને જે સ્વયં ધારણાસ્વરૂપ છે, તે ધર્મ' છે.
‘સ્વયં’ ધારક અવ્યય છે, ‘ૐ’ ધારણાસ્વરૂપ અવ્યય છે અને ‘અર્જુ’ ધાર્ય અવ્યય છે. ‘અવ્યય' હોવાથી આ ત્રિપુટી શાશ્વત છે. આ ત્રિપુટીનું ચક્ર તે જ ‘ધર્મચક્ર' છે, જે સૌનાં કલ્યાણ માટે નિરંતર ગતિશીલ છે. સર્વકલ્યાણ એ જેમનો સ્વભાવ છે એવા શ્રીતીર્થંકર પરમાત્માની આગળ આગળ આ ‘ધર્મચક્ર' ચાલતું હોય છે અને સમસ્ત કર્મચક્રનો પ્રધ્વંસ કરતું તે સદાકાલ જયવંત વર્તે છે.
‘યતો ધર્મસ્તતો નય:'- ધર્મ હોય ત્યાં જય અવશ્ય હોય છે. જય તે જિનનો પરમ ‘સ્વભાવ' છે. સર્વ જીવોનો પણ તે (જય) વાસ્તવિક ભાવ છે, તેને પ્રગટ કરવા માટે ‘ધર્મચક્ર'ને સર્વસ્વભાવ આપવો નિતાન્ત આવશ્યક છે. જે ‘ધર્મચક્ર'ને સર્વસ્વ-ભાવ આપીને તેનેં સમર્પિત બને છે અને ભાવથી તેને શરણે જાય છે, તેનો વિજય નિશ્ચિત છે, અસંદિગ્ધ છે, ધ્રુવ છે.
વ્યષ્ટિ માટે સમષ્ટિનું શોષણ તે સ્વાર્થ છે, સમષ્ટિ માટે વ્યષ્ટિનું સમર્પણ (બલિદાન) તે પરાર્થ છે અને શ્રીપરમેષ્ઠિભગવંતોના ‘ધર્મચક્ર'ને અર્થાત્ સર્વ-સ્વભાવને સ્વયંનો સર્વસ્વ-ભાવ આપવો તે પરમ અર્થ છે—પરમાર્થ છે.
‘સ્વયં’ રૂપ સ્વાર્થવાચક અવ્યયનું ‘ૐ’ રૂપ પરાર્થવાચક અવ્યય માટે જેમ જેમ અધિક સમર્પણ થશે, તેમ તેમ પરંપરાર્થવાચક અવ્યય ‘અ’ તરફ આત્માની પ્રગતિ થશે.
‘ભાવ' એટલે સાર્વત્રિક અને સાર્વકાલીન અસ્તિત્વ. ‘સ્વયં’ના સર્વકાલીન અસ્તિત્વરૂપ ભાવને સર્વ-સ્વભાવરૂપ ‘ધર્મચક્ર'ને સમર્પિત કરવો તે ‘ધર્મચક્ર' માટે સર્વસ્વ-ભાવ છે.
આ સર્વસ્વભાવમાં જ શ્રી તીર્થંકરત્વનું બીજ નિહિત છે. તે બીજનું વિજ્ઞાન આપીને ધર્મચક્ર (પ્રસ્તુત માસિક) સૌનું કલ્યાણ સર્વદા કરતું રહે, એ જ મંગલ કામના.
ધર્મ-ચિંતન – ૨૯૭