________________
લાભ અને લોભ શ્રી સૂરજચંદજી ડાંગી
(મનનીય આ લેખમાં શ્રીઅરિહંતાદિ ચારનું શરણું સ્વીકારવાથી થતા સાચા લાભની વાત રજૂ કરવામાં આવી છે. સં.)
- કષ્ટના આયને કષાય કહે છે. ક્રોધ, માન, માયા અને લોભથી જ કષ્ટ આવે છે. આ ચાર કષાયોને નષ્ટ કરવાથી જ કષ્ટ નષ્ટ થાય છે. ચાર કષાયોનો નાશ કરવા માટે ચાર મંગલ જ લોકમાં ઉત્તમ છે. તેનું સંપૂર્ણ શરણ સ્વીકારવાથી સંપૂર્ણ લાભની પ્રાપ્તિ થઈ શકે છે.
શ્રીઅરિહંત પરમાત્માની કથા શ્રવણ કરવાથી કોઈ પણ દુશ્મન લાગતું નથી. સર્વ શત્રુઓનો નાશ થઈ જાય છે. હૃદયમાં કોઈ પ્રત્યે શત્રુભાવ જ રહેતો નથી, પછી ક્રોધ કોના પર થાય ? બીજાને શત્રુ સમજવાથી ક્રોધ થાય છે. અપરાધી તો આપણે પોતે છીએ, જે બીજા સર્વ જીવોના પ્રાણો વગર પૂછે લૂંટી રહ્યા છીએ, તો પછી ક્રોધ કોના પર કરવો ? દેશ કથા એ વિકથા છે. જે ક્રોધની જનક છે. ભય સંજ્ઞાથી છૂટવું હોય તો અરિહંતની કથા કરવી જોઈએ. કોઈ અમારો શત્રુ નથી, કોઈથીએ મને ભય નથી, એ રીતે સદા નિર્ભય રહેવું એ લાભનું મૂળ છે.
- બીજા સિદ્ધ પરમાત્મારૂપી મંગલને લોકમાં ઉત્તમ સમજીને શરણે જવાથી માન કષાય નષ્ટ થાય છે. સર્વથી ઊંચે સિદ્ધ ભગવાન બિરાજમાન છે, એવું ધ્યાન થતાં જ : 'માન કષાય નષ્ટ થાય છે, ભક્ત કથા એ વિકથા છે, જે માનની જનક છે–આહાર
સંજ્ઞાથી છુટકારો જોઈતો હોય તો અનાહારપદને પ્રાપ્ત સિદ્ધ ભગવંતની કથા કરવી જોઈએ.
ત્રીજા સાધુરૂપી મંગલને લોકમાં ઉત્તમ સમજી શરણે જવાથી માયા કષાય નષ્ટ થાય છે. સર્વથી સરલ અને નિષ્કપટ સાધુ ભગવંત હોય છે. સાધુતાનું પ્રધાન લક્ષણ સરલતા-સીધાપણું છે. સ્ત્રી કથા એ વિકથા છે, જે માયાની મૂર્તિ છે મૈથુન સંજ્ઞાથી છુટકારો મેળવવા માટે પણ સાધુ ભગવંતની કથા કરવી જોઈએ.
ચોથા કેવલી પ્રરૂપિત ધર્મરૂપી મંગલને લોકમાં ઉત્તમ સમજીને શરણે જવાથી લોભ કષાય નષ્ટ થાય છે. રાજકથા એ વિકથા છે, જે લોભ કષાયની જનક છે, તેથી
ધર્મ-ચિંતન ૨૫