________________
પરિગ્રહ સંજ્ઞાથી છુટકારો પામવા માટે પણ ધર્મની કથા કરવી જોઈએ.
- સદ્ગુરુઓના ચરણોમાં જયારે નમીએ છીએ ત્યારે તે ધર્મલાભનું દાન કરે છે. એનો અર્થ એ છે કે જો લાભ' જોઈએ તો “લોભ' છોડો. લોભની માત્રા ઓછી કરો તો લાભ આપોઆપ થશે. “લોભ' શબ્દના ઉપરની માત્રા હઠાવતાંની સાથે જ “લાભ' શબ્દ બની જાય છે. લોભ કષાયને દૂર કરવાથી જ સદ્ગુરુ ધર્મનો લાભ આપી શકે છે. તેથી સાચા લાભને મેળવવો હોય તેણ લોભને દૂર કરવો જોઈએ.
શુભગુરુના શરણથી લોભની માત્રા ઘટી તો લાભ થઈ ગયો સમજવો અને એ જ ખરો લાભ છે.
ચાર શરણ :- ધર્મલાભ માટે લોભને હઠાવવો જોઈએ. કષ્ટનાશ માટે કષાયનો નાશ કરવો જોઈએ. અરિહંતના શરણથી ક્રોધ જાય છે અને મૈત્રી આવે છે. સિદ્ધના શરણથી માન જાય છે અને પ્રમોદ જાગે છે–સાધુના શરણથી માયા જાય છે અને કરુણા પેદા થાય છે. ધર્મના શરણથી લોભ જાય છે અને માધ્યચ્ય આવે છે. લોભની માત્રા ઘટાડ્યા વિના ધર્મનો લાભ થતો નથી. જેને ધર્મનો ખપ છે તેને લોભનું પ્રમાણ ઓછું કરવું જોઈએ.
આત્માને જડની આધીનતામાંથી છોડાવવા માટે નવતત્ત્વનું જ્ઞાન તેમ જ નવપદના ધ્યાનની અતિ આવશ્યકતા છે એ જ્ઞાન અને ધ્યાનના અલૌકિક પ્રભાવે આત્મામાં પરમાત્માનું ધ્યાન ઉઘડે છે, ખીલે છે અને કાળક્રમે તે પૂર્ણકળાએ સ્થિર થાય છે.
૨૯૬૦ ધર્મ-ચિંતન