________________
એવું જ સિદ્ધ થાય.
એવી સિદ્ધિની પ્રસિદ્ધિ, એ મારા માટે બોલતું-ચાલતું કલંક જ ગણાય.
એ કલંક-પંકે આજ સુધી હું અનંતીવાર આળોટ્યો. હવે તો હે જગબંધુ ! આપની સ્વાભાવિક મહાકરુણાના અંકે જ રમવું છે. આત્મ-સમભાવનું અમૃત-ભોજન જમવું છે. આપના પરમમંગલમય ભાવમાં શમવું છે.
ભાવ તેવો ભવ ભાવ વધે એટલે ભવ ઘટે. ભાવ ઘટે એટલે ભવ વધે. ભાવ એટલે શુભ ભાવ. જીવનો તે સ્વભાવ છે. તે સદાય સક્રિય હોય. તેને અક્રિય કહેવો તે દેવાધિદેવની મહાકરુણાને અક્રિય કહેવા બૈરાબર છે. તડકો વધે એટલે કાદવ ઘટે, તેમ શુભભાવ વધે એટલે અહંભાવ ઘટે.
ફળમાં રસ વધે તેમ તેની છાલ પાતળી પડતી જાય, તેમ આત્મભાવ વધતો જાય તેમ અહંભાવ ઓસરતો જાય.
શુભ ભાવ વધે એટલે જીવ પ્રત્યે સ્વાભાવિક વહાલ પ્રગટે. , ઉપકારી પ્રત્યે અનેરો આદર પ્રગટે. સંત-મહંતો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે. દેવાધિદેવ પ્રત્યે પરમપૂજ્યભાવ પ્રગટે. શુભભાવ ઘટે એટલે જીવ પ્રત્યે રાગ-દ્વેષ જાગે. ઉપકારીના ઉપકારોની યાદ ઝાંખી પડવા માંડે. ' સંત-મહંતો પ્રત્યેનો આદર, ઘણો ઓછો થઈ જાય. દેવાધિદેવની ભક્તિમાં ઔપચારિકતા ભળે. શુભભાવ એ એક એવું અભેદ્ય બદ્ધર છે કે જેને ભેદવાની કાળમાં પણ તાકાત
નથી.
એવા ભાવની સાથે રહેવા માટે, શ્રીઅરિહંત પરમાત્માની ભાવનાની પરમતારક , નિશ્રામાં રહેવું પડે. તે નિશ્રાનો શુભ યોગ કરાવી આપનારા તપ, જપ, વ્રત, નિયમ આદિને ઊંચો આદર આપવો પડે.
૧૮૦૦ ધર્મ-ચિંતન