________________
(૨) બ્રહ્મચર્યનું પાલન કરવું. બ્રહ્મચારીને દેવ પણ નમસ્કાર કરે છે તથા તેને સર્વ પ્રકારે સહાયતા કરે છે. - (૩) ભાવપૂર્વક પરમાત્માની પૂજા-ભક્તિ કરવી. વિશ્વવત્સલ કરુણાનિધાનશ્રીઅરિહંતપ્રભુની–ભક્તિ સર્વ પ્રકારના ભયોને દૂર કરવાવાળી છે.
(૪) નિરંતર શિવમસ્તુ સર્વજગતઃ ૐ નમો અરિહંતાણં' એ સત્તર અક્ષરની ૨૦-૨૦ માળાઓ ગણવી. તથા જીવ માત્રના કલ્યાણની ભાવનાથી ચિત્તને સદા વાસિત કરવું. - (૫) પ્રકટપ્રભાવી અચિંત્ય ચિંતામણિ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મંત્રની નિત્ય ત્રણ અથવા દશ માળાઓ ગણવી. શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ આ કલિકાળમાં સાક્ષાત્ કલ્પવૃક્ષ છે. તેમનું શરણ સર્વ પ્રકારના વિદ્ગોનો નાશ કરવાવાળું છે. મંત્રના અક્ષરો –'હ્રીં શ્રીં ધરણેન્દ્ર પદ્માવતી પૂનતાશ્રીસંવેશ્વર પાર્શ્વનાથાય નમ: I' - કોઈપણ વિકટ પરિસ્થિતિ વચ્ચે–શિવમસ્તુ સર્વજગતઃ ૐ નમો અરિહંતાણું ' એ ૧૭ અક્ષરની ધૂનથી ચિત્તને ઓતપ્રોત કરી દેવું.”
આ પંચસૂત્રી કાર્યક્રમના પાલનથી અશુભ બળોનું સામર્થ્ય ઘટે છે એટલું જ નહિ, પરંતુ શુભબળોનું સામર્થ્ય અતિ વેગપૂર્વક વધવા પામે છે.
શુદ્ધ અને પુષ્ટ ચિત્તમાંથી જન્મતો શ્રીનવકારનો પ્રત્યેક અક્ષર–અશુભ બળોના ઘેરાને એ રીતે ભેદી નાખે છે, જે રીતે સૂર્યનું પહેલું કિરણ નિશાના નિબિડ અંધકારને ભેદી નાખે છે. " ભારત તેમ જ ભારત બહારના દેશોમાં જે હિંસકવૃત્તિ તેમ જ પ્રવૃતિ વધી રહી
છે, તેને અંકુશમાં આણવા માટે અહિંસકવૃત્તિ અને પ્રવૃત્તિ વધતી રહે તે પ્રકારના શકય : સર્વ પ્રયત્નોદ્વારા, ભાવિભયોને નિવારી શકાય તેમ છે.
આશાસ્પદ મંગળભાવિનું મૂળ અહિંસકવૃત્તિમાં રહેલું છે. અહિંસકવૃત્તિનો વિકાસ હૃદયના વિકાસની સાથે થાય છે હૃદયના વિકાસ માટે વિશ્વહૃદયી મહાસંતોની શરણા ગતિ સ્વીકારવી પડે. તેમની આજ્ઞાને હૃદય સોંપવું પડે. તે આજ્ઞાના પાલનથી સર્વ જીવોની સાનુકૂળતામાં વધારો થાય છે.
આશા છે કે સ્વ-પરહિતપરાયણ પુણ્યશાળીઓ આ પ્રકારે ભાવપૂર્વક વ્યક્તિગત તથા સમૂહગત આરાધનાદ્વારા વિશ્વના વિષમ વાતાવરણને સુધારસના તરંગોથી વ્યાપ્ત કરી દેવા માંટે ઉદ્યમશીલ બનશે.
પ્રતિકૂળતાઓના અશુભ વિચારોથી દૂષિત થયેલા ચિત્તને સર્વને સાનુકૂળ બનવારૂપ આ મંગલમય પ્રવૃત્તિ કેટલી શાતાપ્રદ નીવડે છે, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવાનું કોઈ ન ચૂકે એવી નમ્ર અરજ છે.
ધર્મ-ચિંતન • ૨૪૫