________________
સાથે સાથે જગતના વાતાવરણમાં પણ અનુકૂળ સ્વર લહરીઓ ઉમેરી જગતના સુખ સમાધાનમાં ઉમેરો કરવાના જ એ ધ્યાનમાં રાખવું જોઈએ. આપણા આવા અલ્પ પ્રયત્નથી પણ આપણે પરોપકારનું કાર્ય કરી જતા હોઈએ તો તે કાં ન કરીએ ?
આપણે અત્યાર સુધી સ્વરોચ્ચારના પરિણામોનો વિચાર કરી ગયા. પણ એકાદ બંધ ઓરડામાં છાનામાના એક શબ્દનો પણ ઉચ્ચાર કર્યા વગર મનમાં ને મનમાં કાઉસગ્ગ ધ્યાનમાં જે જાપ કરીએ તેનું શું ? ધ્વનિ લહેરો સમજાય તેમ છે, પણ મુંગે મોઢે ધ્વનિ લહેરો શી રીતે ઉત્પન્ન થતી હશે ? એ એક પ્રશ્ન છે અને તેનો જવાબ પણ આપણે મેળવી લેવો જોઈએ.
પદાર્થ જેમ જેમ વધારે ઘન અને ભારે હોય છે. તેમ તેમ તેની ગતિ મંદ મંદ હોય છે. પણ પદાર્થ જેમ જેમ વધુ વિરલ અને હલકો હોય છે તેમ તેમ તે વધુ વેગ મેળવી શકે છે. વરાળ કે ધુમાડાના અણુઓ વિરલ હોવાથી તે વધુ ને વધુ ઉર્ધ્વ ગતિ ધારણ કરી શકે છે. અણુ (Atom) અત્યંત નાનો હોય છે. એનું વિભાજન એકાએક થતું નથી. પણ જ્યારે તેનું વિભાજન કરવામાં આવે છે ત્યારે તે કેવી અસાધારણ અને પ્રચંડ શક્તિ ધારણ કરી શકે છે તે તે આધુનિક વિજ્ઞાને આપણને પ્રત્યક્ષ બતાવી આપ્યું છે.
જ્યારે આપણે કાઉસગ્ગમાં હોઈએ ત્યારે બાહ્ય ઇંદ્રિયોના બધા વ્યાપાર સ્થગિત કરી દઈએ છીએ. અને ફક્ત મનને છૂટું રાખીએ છીએ. મનોવર્ગણાના પુદ્ગલો કેટલા સૂક્ષ્મ હોય છે એની આપણે આછી કલ્પના કરી શકીએ છીએ. તેમ જ મન કેટલા વેગથી દોડી શકે છે એ પણ આપણે અંશતઃ જાણીએ છીએ. મન અતિ પ્રચંડ વેગથી અનાકલનીય સ્થળે ક્ષણવારમાં ફરી આવે છે. તેથી જ તેને ચંચલ એવા વાંદરાની ઉપમા આપવામાં આવે છે. છતાં એ ઉપમા તો અપૂર્ણ જ છે. કદાચ વાયુની ઉપમા મન સાથે ઘટાવીએ તો પણ તે ટુંકી જ પુરવાર થાય. એ ઉપરથી આપણે કાઉસગ્ગમાં જે મૂક રીતે નવકાર મહામંત્રનો ઉચ્ચાર કરીએ તેનો વેગ કેટલો હોઈ શકે એ આપણી ટુંકી બુદ્ધિને અગમ્ય લાગે એ સ્વાભાવિક છે. મંત્રનો ઇંદ્રિયગમ્ય ઉચ્ચાર કરીએ અને તેની લહેરો (Vibrations) જેટલી વારમાં લોકાંતમાં પહોંચી શકે તેના કરોડો ગણા વધુ વેગથી મૂક મંત્રોચ્ચાર ત્યાં પહોંચી શકે છે. યોગી મહાત્મા ગિરિકંદરામાં નિર્જન પ્રદેશમાં જઈ ધ્યાન-ધારણા કરે છે તેનું પરિણામ આખા જગત ઉપર ક્ષણવારમાં થઈ જાય છે અને આખું વાતાવરણ સુસંવાદી અને હિતકારી પ્રવૃત્તિ આદરવા લાયક બની જાય છે. લાખો અને કરોડો માણસોના મન ઉપર તેની ઉંડી અસર પહોંચી જાય છે. સાથે વિપરીત અને વિસંવાદી અણુઓનું જોર વધી ગયેલું હોય ત્યારે મંત્રશક્તિને તે અવરોધ પણ કરે છે. આટલા બધા અનુષ્ઠાનો અને ક્રિયાકાંડો કરવા છતાં આપણે તેનું ઉંચું પરિણામ કેમ
ધર્મ-ચિંતન ૦ ૨૭૩