________________
મહામંત્રનું માહાત્મ્ય –શ્રી સૂરજચંદજી ડાંગી
(આ લેખ અનંત ઉપકારી નવપદજીના શરણે જવાના પરમાર્થને સુંદર રીતે સ્પષ્ટ કરે છે. સં.) નમસ્કાર મહામંત્રનો શબ્દાર્થ અને ભાવાર્થ લખાઈ રહ્યો છે, કહેવાઈ રહ્યો છે, હવે ધર્મચક્રદ્વારા પરમાર્થ જાણવાનો સમય આવ્યો છે. ‘સુત્તમે ।' અને ‘અત્યારમે ।' સમજ્યા બાદ ‘તડુમયામે ।' સમજવાનો અવસર પ્રાપ્ત થયો છે.
માહાત્મ્યનો પરમાર્થ જાણ્યા કે પિછાન્યા વિના ભક્તિ દૃઢ થઈ શકતી નથી. અને દંઢ ભક્તિ વિના ભગવત્ પ્રાપ્તિ યા મોક્ષસિદ્ધિ અસંભવ છે.
નિશ્ચય અર્થને પરમાર્થ કહે છે, તથા શબ્દ અને અર્થની એકતાને તદુભયાગમ કહે છે. જ્યાં સુધી મહામંત્રના શબ્દ અર્થરૂપે પરિણામ ન પામે ત્યાં સુધી અધુરાપણું છે.
‘નમો ।' શબ્દ બોલતાંની સાથે જ મન અને બુદ્ધિ શ્રીઅરિહંતના ચરણોમાં નમી જવાં જોઈએ. બાહુબલિજી માટે બ્રાહ્મી-સુંદરીદ્વારા ભગવંતની વાણી જ તદુભયાગમ અથવા પરમાર્થ બની ગઈ. મરુદેવીમાતા માટે ભગવાનનું મૌનાવલંબન જ તદુભયાગમ અને પરમાર્થરૂપ બની ગયું.
‘મમ'નો ભાવ આવ્યો કે માર્યા અને ‘નમ'નો ભાવ આવ્યો કે તર્યા. કોઈને ‘અરિ’સમજ્યા કે મર્યા કોઈને ‘અરિ' ન સમજ્યા કે તર્યા. અહીં તરવાનો મતલબ શ્રીઅરિહંતના ધર્મચક્રમાં આવ્યા.જ્યારે કોઈ દુશ્મન ન રહ્યું, ત્યારે મોક્ષ માર્ગ નિર્વિઘ્ન બની ગયો, પછી સિદ્ધ કેમ ન થવાય ? શ્રીઅરિહંતના ધર્મમાર્ગમાં આવ્યા વિના, સર્વના મિત્ર થયા વિના કોઈ પણ પવિત્ર કાર્યની સિદ્ધિ અસંભવિત છે.
આપણા ઇષ્ટનો નિશ્ચય કરવાને માટે આપણે કોઈ ચિંતન કરવાની આવશ્યકતા નથી. ઇષ્ટ આપણા ‘સિદ્ધ’ છે. સ્વયં સિદ્ધ હોય એને સિદ્ધ શું કરવાના ? હા, સિદ્ધ કરવાને માટે શ્રીઅરિહંતનું શાસન આવશ્યક છે. ‘વેર મા ન ળ' ‘મિત્તી મે સત્ત્રભૂત્તુ' આ બંને નિવૃત્તિ-પ્રવૃત્તિમય ભાવનાઓરૂપી પાંખોવડે મોક્ષ તરફ ઉડ્ડયન કરી શકાય છે.
કોઈની સાથે અમારે વેર નથી.’ આ ભાવના પુષ્ટ થઈ કે અરિહંત બન્યા, વૈરી નાશ થઈ ગયા. ‘સર્વ પ્રાણી અમારા સુહૃદ્ છે, મિત્ર છે,' આ ભાવના પુષ્ટ થઈ કે ‘સિદ્ધ’ થયા. નિવૈર ‘શ્રીઅરિહંત'ના ઉપકારદ્વારા જ સર્વના મિત્ર ‘સિદ્ધ' થઈ શકાય છે શ્રીઅરિહંતના ધર્મમાર્ગમાં આવ્યા કે કોઈની સાથે વિરોધ રહેતો નથી. એ સમજમાં આવી જાય છે કે દુનિયામાં બધાં દુઃખો અમારાં પોતાના કર્મોનું ફળ છે. બીજાને દોષ આપ્યો કે શેતાનનું શાસન, રૌદ્રધ્યાનનું સેવન, દુષ્ટતાનું આચરણ અને દુર્બળતાનું ધર્મ-ચિંતન ૦ ૨૮૫