________________
તે સંક્ષેપમાં બતાવ્યું.
બીજી રીતે નવપદનું ધ્યાન સમ્યગ્દર્શનનું મૂળ છે અને નવતત્ત્વનું જ્ઞાન એ સમ્યજ્ઞાનનું મૂળ છે તથા ચારિત્રનું જનક શુદ્ધ બ્રહ્મચર્યની નવ વાડોનું જ્ઞાન તથા પાલન છે.
જીવ અનાદિ કાળથી કર્મપ્રકૃતિરૂપી નારી સાથે એકમેક થઈને બેઠો છે તેથી ‘બ્રહ્મ’ અથવા—આત્મામાં ‘ચર્ય' યાને રમણતા પ્રાપ્ત કરી શકતો નથી. સિદ્ધપદનું ધ્યાન અને જીવતત્ત્વનું જ્ઞાન થતાંની સાથે જ આધ્યાત્મિક અર્થમાં કર્મપ્રકૃતિરૂપી નારી અને જીવ તત્ત્વરૂપી નરની એક સાથે વસતી છૂટી જાય છે અને બ્રહ્મચર્યની પ્રથમ વાડની પ્રાપ્તિ થાય છે બીજી વાડ ‘સ્ત્રી કથા'નો ત્યાગ છે. અરિહંતોની પુણ્યકથાનું શ્રવણ થવાથી કર્મપ્રકૃતિઓની કથાનો પરિહાર આપોઆપ થઈ જાય છે. આચાર્યોના ચરણોમાં બેસીને સંવરતત્ત્વનું જ્ઞાન કરવાથી કર્મપ્રકૃતિનું એક આસન છૂટી જાય છે. ઉપાધ્યાયની પાસે બેસીને પ્રભુવાણીના અંગોપાંગ જોવાથી કર્મપ્રકૃતિઓના અંગોપાંગો જોવાનો મોહ છૂટી જાય છે. સર્વ સાધુઓનું ધ્યાન અને મોક્ષપદનું જ્ઞાન કરવાથી કર્મપ્રકૃતિઓના ગીતવાઘરૂપી કુદંતર શ્રવણ મટી જાય છે. સમ્યગ્દર્શનના ધ્યાનથી પૂર્વકર્મપ્રકૃતિઓનું આકર્ષણ સ્મરણ આદિ ચાલ્યા જાય છે. ભગવાનના વચનનું જ્ઞાન થવાથી વિવિધ રસના ભોજનનો રસ છૂટી જાય છે ચારિત્રપદની આરાધનાથી અધિક ખાવાનો લોભ જાય છે અને તપપદની આરાધનાથી વિષયોનું આકર્ષણ છૂટી જાય છે. વિષયોનું આકર્ષણ બીજી રીતે પણ અરિહંતાદિ પદોના ધ્યાનથી ઓંસરી જાય છે. જેમ કે અરિહંતની વાણી ઉપર પ્રેમ થવાથી શબ્દ વિષયનો રસ, સિદ્ધસ્વરૂપનું આકર્ષણ થવાથી રૂપ વિષયનો રસ, આચાર્યના શીલ ગુણની સુગંધ પ્રાપ્ત થવાથી ગંધ વિષયનો રસ, ઉપાધ્યાયના સૂત્ર સ્વાધ્યાયનો રસ મળવાથી રસ વિષયનું આકર્ષણ તથા સર્વ સાધુઓના ચરણસ્પર્શ મળવાથી સ્પર્શ વિષયનું આકર્ષણ મટી જાય છે.
જ્યારે એ સમજાઈ જશે કે આપણા દુઃખરૂપી ફળનું બીજ આપણી અંદર જ છે. જેમ વૃક્ષનું બીજ તેના ફળમાં અને મૂળમાં હોય છે, પણ બહાર નહિં એ વિચાર જેમ પુષ્ટ થતો જશે, તેમ આપણને જે દુઃખ આવશે તેનો દોષ બીજાને નહિં પણ પોતાને જ અપાશે. ‘પડિમામિ નિન્વામિ રિહામિ'ની જ ઘોષણા થશે. પછી બીજા પર ક્રોધ આવવાનો સંભવ જ નહિં રહે. એ રીતે સમ્યગ્નાન થવાની સાથે જ માન નષ્ટ થઈ જશે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને માન એ મનનો ધર્મ છે. ‘અમાનિત્વ'ને જ્ઞાનનું લક્ષણ કહ્યું છે. ચારિત્રપદની આરાધનાથી માયા નષ્ટ થશે અને તપપદની આરાધનાથી લોભ જશે. એ રીતે પાંચ વિષયો અને ચાર કષાયો જેમ જેમ ઓછા થતા જાય છે, તેમ તેમ નવપદનું ધ્યાન સરળતાથી લાગવા માંડે છે અને એ ધ્યાનના ફલસ્વરૂપ” સ્વર્ગાપવર્ગના સુખ સ્વાધીન બની જાય છે.
૨૯૨૦ ધર્મ-ચિંતન