________________
દેહમુદ્રાનું ધ્યાન કરવું.
ભગવાન વર્ધમાનસ્વામી કષાયના નાશક છે. મૃગને મારીને મૃગપતિ-મૃગોના રાજાનું બિરૂદ પામનાર સિંહનું લાંછન ધારણ કરનાર મહાવીર પ્રભુ કર્મપ્રકૃતિને દમન કરવાવાળા છે, તેમની સ્તુતિ માટે “ોઉં તથાપિ તવ જીવરાજુનીશ !' એ ભક્તામરના પાંચમા શ્લોકનું ઉચ્ચારણ કરવું. આ બાજુ બળદના સમાન પ્રમાદી જીવનને દૂર કરવાવાળા ભગવાન ઋષભદેવની સ્તુતિ સ્ત્રીળાંતિનિતિશો નનન્તિપુત્રીનું ! એ બાવીસમાં અને પહેલા બે શ્લોકવડે કરવી. ત્યારબાદ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પાંચ મહાવ્રતોના ઉત્તમ પુરુષાર્થનું સ્મરણ કરવા માટે અજીતનાથ ભગવાન આદિ ૧૩ જિનેશ્વરો કે જેમની દેહમુદ્રા પણ પીતવર્ણની છે, તેમની સ્તુતિ કરવી.
અજીતનાથ ભગવાનનું સ્તવન કરવા માટે ભક્તામરનો ત્રીજો શ્લોક, સંભવનાથ ભગવાનનું સ્મરણ કરવા માટે ચોથો શ્લોક, અભિનંદન ભગવાનનું સ્મરણ કરવા માટે છકો શ્લોક, સુમતિનાથ ભગવાનનું સ્મરણ કરવા માટે આઠમો શ્લોક, સુપાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરવા માટે સાતમો શ્લોક, શીતળનાથ ભગવાનનું સ્મરણ કરવા માટે પંદરમો શ્લોક, શ્રેયાંસનાથ ભગવાનનું સ્મરણ કરવા માટે ચૌદમો શ્લોક, વિમલનાથ, ભગવાનનું સ્તવન કરવા માટે નવમો શ્લોક, કુંથુનાથ ભગવાનના સ્તવન માટે દશમો શ્લોક, અરનાથ ભગવાનના સ્તવન માટે વીસમો શ્લોક અને નંમિનાથ ભગવાનના સ્મરણ માટે એકવીસમો શ્લોક બોલવો, અને તે તે ચિહ્નથી ચિહ્નિત ભગવાનની પીતવર્ણવાળી દેહમુદ્રાનું ધ્યાન કરવું. એ ધ્યાનથી તે તે શ્લોકોના વિશેષ અર્થ પૂર્ણરૂપથી સમજમાં આવી જશે, અને ચિત્રોનો મર્મ પણ સમજાઈ જશે.
એ રીતે આચાર્યપદનું તન્મયતાપૂર્વક ધ્યાન કરીને ચોથા ઉપાધ્યાયપદનું ધ્યાન કરવા માટે “સારવાર મીરા'ની ઘોષણાપૂર્વક નીલ વર્ણયુક્ત પાર્થપ્રભુની પ્રતિમા સામે લાવવી. વિષયો વિષ સમાન છે. સર્પનું ઝેર ઉતરવાથી જેમ લીમડો કડવો લાગવા માંડે છે, તેમ શ્રી પાર્શ્વપ્રભુના ધ્યાનથી વિષય રસ કડવા લાગે છે. લીલી અંગ રચનાવાળી પાર્શ્વપ્રભુની પ્રતિમાની સામે ‘વં શર્વરીપુશશિનાદ્ધિ વિવસ્વતાવા |' એ ૧૯મો શ્લોક બોલીને સ્તવના કરવી. અનુકૂળતા હોય તો ઉવસગ્ગહરં સ્તોત્ર અને કલ્યાણમંદિર સ્તોત્રનો પણ પાઠ કરવો, અને પછી પંચમપદ “નમોનો સવ્વસાહૂi 'નું ધ્યાન શ્યામસુંદર નેમનાથ ભગવાનની સામે કરવું. ભક્તામરના ર૬મા શ્લોક દ્વારા તેમની પણ સ્તુતિ કરવી.
“પોપંવનમુવીરો' એ કેશરીયા રંગના ખૂણામાં શુકલ વર્ણ શ્રીસુવિધિનાથે ભગવાનનું ધ્યાન કરવું. અને રપમા શ્લોકદ્વારા સ્તુતિ કરવી તેથી દર્શનશુદ્ધિ થાય છે.
૨૮૮ - ધર્મ-ચિંતન