________________
પ્રકાશન. દુઃખોમાં રોયા તો હેવાનનું શાસન, આર્તધ્યાનનું સેવન, કનિષ્ટતાનું આચરણ અને નિર્બળતાનું પ્રકાશન. કોઈને શત્રુ ન સમજીને ક્રોધને છોડવાનો અભ્યાસ પાડવો એ ઇન્સાનનું શાસન, ધર્મધ્યાનનું સેવન, શ્રેષ્ઠતાનું આચરણ અને સબળતાનું પ્રકાશન. એ પુષ્ટ થયું કે સ્વયં સિદ્ધ ભગવાનનું શાસન, શુક્લધ્યાનનું સેવન, ૫૨મ શ્રેષ્ઠતાનું યથાખ્યાત આચરણ અને પ્રબળતાનું પ્રકાશન થઈ જશે.
આ આદર્શ સુધી પહોંચવા માટે આચાર્યોના ચરણોમાં જઈને ‘રેમિ ભંતે સમાયં ।' કહેવું જોઈએ. ઉપાધ્યાયોના ચરણોમાં પહોંચીને સ્વાધ્યાયદ્વારા સાધનાનો માર્ગ સ્પષ્ટ કરવો જોઈએ. એ રીતે નમો હોર્ સવ્વસાહૂળ ।'નો સાધનારૂપી પરમાર્થ હાથમાં આવ્યો કે પંચનમસ્કાર સર્વપાપોને દૂર કરી, સર્વમંગળોમાં પ્રથમ મંગળ બની, સર્વને માટે સર્વથા કલ્યાણકર બની જાય છે.
આપણા હૃદયમાં સર્વકલ્યાણનું કારણ, સર્વધર્મમાં પ્રધાન, સર્વમંગળનું માંગલ્ય . એવા આ શ્રીજિનશાસનનો જયજયકાર થવો જોઈએ. અત્યારે આપણા હૃદયમાં શેતાનહેવાનનો જય થાય છે. ઇન્સાન ભગવાનની હાર થાય છે. તે દિવસ ધન્ય .હશે કે જ્યારે અમારા મનમાં પ્રભુનું શાસન જયવંત થશે અને જગતનું શાસન પરાજય પામશે. એ માટે આપણે શું કરવું જોઈએ ?
ઉત્તમ સમયમાં, ઉત્તમ સ્થાન પર બેસીને ઉત્તમ મનથી ઉત્તમ ધ્યાન કરવું પડશે. ઉત્તમ ધ્યાન સૌથી પહેલાં સફેદ વર્ણથી નિર્મળ અરિહંત પ્રભુ-ચંદ્રપ્રભુનું કરવું પડશે. અષ્ટમ તીર્થંકર શ્રીચંદ્રપ્રભસ્વામિની પ્રતિમાની સામે “નમો અરિહંતાણં ।'ની ઘોષણા કરી ‘ચંદ્રેશુ નિમ્માયરા ।' તથા—
'नित्योदयं दलितमोहमहांधकारं गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकांति विद्योतयज्जगद पूर्व शशांकबिंबम् ॥१॥
ની સ્તુતિ કરવી પડશે. પછી સિદ્ધપ્રભુનું રક્તવર્ણે ધ્યાન કરવું પડશે. મસ્તક સ્થાન પર બાલસૂર્ય ઉગી રહ્યો છે. લાલ-લાલ રંગના કિરણોરૂપી જ્ઞાનની તલવારથી કર્મરૂપી શત્રુઓને કાપી રહ્યો છે. એ કિરણોમાં લાલ કમળ ખીલી રહ્યું છે. તેનાથી સુશોભિત છઠ્ઠા શ્રીપદ્મપ્રભસ્વામિની લાલવર્ણની પ્રતિમાની સામે ‘નમો સિદ્ધાણં'ની ઘોષણા કરવી પડશે તથા ‘આફન્વેસુ અહિયં યાસયT ।' અને—
'नास्तं कदाचिदुपयासि न राहुगम्यः स्पष्टीकरोति सहसा युगपज्जगन्ति । ૨૮૬ ૦ ધર્મ-ચિંતન