________________
છે અને પોતે શિવ-શંકરના અનુનાયીઓ છે એવું પ્રદર્શિત કરે છે, શંકર એ દેવતા નગ્નરૂપે શમશાનમાં વાસ કરનારા મનાય છે. એ વિરાગ અને નાશની ભાવના પ્રદર્શિત કરે છે. મશાનનું ચિહ્ન ચિંતા ભસ્મ છે. એ ભસ્મ પોતાના કપાળે લગાવી એવું પ્રદર્શિત કરે છે કે, અમો મરણથી ડરતા નથી. મૃત્યુનું અમને સતત સાન્નિધ્ય છે, એમ માની એને અમારું બોધચિહ્ન માનીએ છીએ. ભીતિ અમારા મનમાંથી ભલે નીકળી ગયેલી ન હોય, તો પણ તે અમારામાંથી નીકળી જાય તે માટે તેને નિત્ય સહવાસમાં રાખીએ છીએ. અને તેને જીતી આત્માનો આવિષ્કાર અમારામાં જલ્દી થાય તે માટે પ્રયત્ન કરીએ છીએ. શૈવો લિંગધારી લિંગાયત કહેવડાવે છે અને એક નાની દાબડીમાં એક ગોળ બાણ રાખે છે. એ બાણ પત્થરનો હોય છે અને એ આત્માનું જ પ્રતીક હોય છે. આત્માને આકૃતિ નહીં હોવાને લીધે તે ગોળ વર્તુલાકાર એક ગોટા જેવો બતાવવામાં આવે છે. તે લિંગ કે બાણને સતત પોતાના અંગ ઉપર ધારણ કરી તેની ભક્તિ બતાવવા માટે તે બોધચિહ્નને ભસ્મથી જ પૂજવામાં આવે છે. તેમાં પણ આત્માનું અસ્તિત્વ કબૂલ રાખી, કર્મના આવરણોથી મુક્તિની યાચના કરવામાં આવી છે. સાથે સાથે ભસ્મને મહત્ત્વ આપવાને લીધે ભક્ત જાણે એમ જ કહેવા માગે છે કે, અમો મરણથી ડરતા જ નથી. આખરે આ દેહનું ભસ્મ જ થવાનું છે ને ! તેથી જ અમે તે ભસ્મ જ અંગ ઉપર ચોપડી મરણને તુચ્છ લેખીએ છીએ ! એવી ભાવના સૂચિત કરવામાં આવી છે. હિંદુ કહેવાતા બધા ધર્મોના બોધચિહ્નો બ્રહ્મ, આત્મા, માયાને મુક્તિની સૂચના કરતા રહ્યા છે.'
ઇસ્લામધર્મનું ધર્મચિહ્ન જો કે પ્રત્યક્ષ અંગ ઉપર બતાવવામાં આવતું નથી. તો પણ અન્ય રીતે ચંદ્રકોર અને તારલાના રૂપમાં તે વ્યક્ત કરવામાં આવે છે. આપણે જૈનો તો એ ચિહ્ન મુક્તિનું માનીએ છીએ. એ ચિહ્ન લીલા રંગની પાર્શ્વભૂમિ ઉપર અંકિત કરાય છે અને લીલો રંગ સહાનુભૂતિનો છે. એટલે એમાં દયાભાવનું પ્રદર્શન તો છે જ. અને રહીમનો અર્થ દયા તો સ્પષ્ટ જ છે. મતલબ કે, ઇસ્લામ ધર્મનું ચિહ્ન પણ ઊંચી ભાવના સૂચવે છે. તે ધર્મ દોજખ અને જન્નતના નામથી સ્વર્ગ અને નરકની ભાવના પ્રગટ કરે છે અને ક્ષમા માગવાની અને ગુન્હો કબૂલ કરવાની વાતો તો કરે છે જ.
૧. શંકરનો આત્મા મનાતો એક બાણ અમારા પ્રત્યક્ષ જોવામાં આવ્યો છે. તે બાણ રા ઇંચ જેટલા ગોળાના આકારનો ચમકીલા પત્થરનો હતો. તે બાણમાં એવો ચમત્કાર હતો કે, આકાશમાં ચંદ્રની જેટલી કોર પ્રકાશિત હોય તેટલો જ તે બાણ પ્રકાશિત જણાય ! પૂર્ણિમાને દિવસે એ આખો બાણ દૂધ જેવો થઈ જાય. અને અમાવાસ્યાને દિવસે એ બાણ આખો શ્યામરૂપ ધારણ કરે. એ ચમત્કારી બાણ અમોએ દક્ષિણ ભારતના શિવ-ગંગા મઠના શ્રીશંકરાચાર્ય પાસે જોયો છે. અમોને ખુદ શંકરાચાર્યે પાસે બોલાવી બતાવ્યો હતો. પ્રસંગોપાત એનું અમોને સ્મરણ થઈ આવ્યું તેથી અમોએ એનો અત્રે નિર્દેશ કરેલો છે.
ધર્મ-ચિંતન : ૨૮૩