________________
દરેક રસનું ટીપું બીજા પણ માણસો નાખે જાય, પછી સરવાળે એ ઘડાના પાણીનું પરિમાણ રૂપ, રંગ અને સ્વાદમાં કેવું જણાય ? જે રંગનું પ્રાબલ્ય વધું થયેલું હશે તેવા રંગની છટા તેમાં વધુ જણાશે અને જે રસ વધુ પ્રમાણમાં તેમાં મળી ગયો હશે તેનો જ સ્વાદ તેમાં વધુ જામી ગયેલો હશે. તેથી જ નવકારમંત્રની સંખ્યાનું મહત્ત્વ પ્રતીત થાય છે. જે વ્યક્તિ એ મંત્રનો સતત ઉચ્ચાર કરતો રહે છે તેની આસપાસનું કલુષિત વાતાવરણ દૂર થતું જાય છે અને આત્માને અનુકૂળ સુસંવાદી વાતાવરણ જામતું જાય છે. તેને લીધે તેની ઐહિક સુખ સગવડો અને શાંતિ કાયમ ટકી રહે છે. દુઃખ હોય તે દૂર થઈ જાય છે અને આનંદ-મંગલ વર્તે છે. એટલે સતત ગમે એવી અવસ્થામાં પણ નવકારમંત્રનો જાપ એ આનંદકારી જ નીવડી શકે છે. ત્યારે જો આપણે વિધિપૂર્વક એકાંતમાં આસન ઉપર બેસી મંત્રજાપ કરતા રહીએ તો તેથી તેનું સારું પરિણામ આવે એ સ્પષ્ટ છે. ધ્વનિ લહરીઓનું કાર્ય કેવું ચાલે છે એ જોવું હોય ત્યારે આપણે એક . પ્રયોગ કરી જોવાથી એ અનુભવમાં આવે તેમ છે.
એક ઓરડામાં ઘણી વીણાઓને એક જ સ્વરમાં મેળવી મૂકેલી હોય અને ત્યાં એક વીણાવાદક પોતાની વીણા ઉપર એક રાગ વગાડે ત્યારે બધી વીણા ઉપર તે જ સ્વરલહરીઓ વાગવા માંડે છે. જાણે બધી વીણાઓનો સ્નેહ હોય તેમ સરખી જ સુસંવાદી સ્વર લહરીઓને તે સાથ આપે છે. આપણે આધુનિક રેડીઓમાં ગમે ત્યાંની સ્વરલહરીઓ પકડીને સાંભળી શકીએ છીએ. એ ઉપરથી જોઈ શકાય છે કે, ધ્વનિ પોતાની આસપાસનું વાતાવરણ સ્વરમય કરી રહેલ હોય છે. ફક્ત તે દૂર સુધી પહોંચાડવાનું કે સાંભળવાનું સાધન આપણી પાસે નથી હોતું તેટલી જ ખામી હોય છે. ત્યારે લોકાંત સુધી આપણા મંત્રોચ્ચારની લહરીઓ પહોંચી જાય છે એ શાસ્ત્રવચન સુસંગત છે એમ સિદ્ધ થાય છે.
બીજો પણ એક પ્રયોગ કરી જોવા લાયક છે. એક ટેબલ ઉપર એક ઘોડી મૂકી તેની ઉપર કાચનું એક પાટીલું મૂકવામાં આવે. તેની ઉપર અતિ ઝીણી રેતી સરખી રીતે પાથરવામાં આવે અને પછી ફીડલ કે સારંગીની ધનુકલી કાચની એક બાજુ પર કોઈ સંગીતકાર એકાદ રાગ કે રાગિણી વગાડે ત્યારે પેલી રેતી ઉપર અનેક જાતની પુષ્પાકૃતિઓ તૈયાર થતી જાય છે અને જે બધી સરખી અને સુંદર જોવામાં આવે છે કે તે જોઈ આપણે આશ્ચર્યમાં પડી જઈએ છીએ.
આવો પ્રયોગ સિદ્ધ કરી બતાવે છે કે, ધ્વનિની લહરીઓ ઘણું સુંદર કાર્ય કરતી રહે છે અને તે કાર્ય અખંડિત રીતે ચાલતું જ હોય છે. માટે જ શ્રીનવકારના ઉચ્ચારણનું કાર્ય જો અવિરત રીતે ચાલુ રાખીએ તો તેથી આપણા આત્માને તો ગુણ થવાનો જ પણ
૨૭૨૦ ધર્મ-ચિંતન