________________
સહાનુભૂતિનો રંગ લીલો છે. એ લીલો રંગ એટલે અનાજ ખેતરોમાં જ્યારે પાકી રહેલું હોય છે-અને નજ૨ને લીલુંછમ જણાય છે, એવો રંગ સમજવાનો છે. વૃક્ષપલ્લવ જ્યારે સંપૂર્ણ ખીલેલાં હોય છે તે વખતનો રંગ લેવાનો છે. પાંદડાં પાકી રસહીન થવા પછીનો નહીં. અંગ્રેજીમાં જેને Nature Green કુદરતી લીલો કહેવામાં આવે છે, તે રંગ લેવાનો છે. એ રંગમાં સહજતા, આકર્ષકતા અને મનોહારી સુંદરતા હોય છે. તે સૃષ્ટિ સુંદરીની શોભા વધારનારો એક અલંકાર ગણાય છે, તેને લીધે લીલા રંગમાં ઉપાધ્યાયની દયા, ક્ષમા, સહૃદયતા અને પ્રસંગોપાત ઉગ્રતા પણ અભિપ્રેત છે. ઉપાધ્યાય પદવીને એ રંગ પૂર્ણ મળતો આવે તેમ હોવાથી જ શ્રીનવકારમંત્ર ગર્ભિત શ્રીસિદ્ધચક્ર યંત્રમાં ઉપાધ્યાય પદ લીલા રંગથી અલંકૃત કરવામાં આવ્યું છે.
ત્યારપછી પંચમ સાધુપદનું સ્થાન છે. સાધુએ અધ્યાત્મમાર્ગમાં સાધક તરીકેનું સ્થાન ધારણ કરેલું હોય છે. સાધુનું મન કોરી નિર્દોષ પાટી જેવું હોય છે. અથવા કોરા દર્પણ જેવું હોય છે. એમાં જે પ્રતિબિંબ પાડવા માગો તે પડે છે. શરત ફક્ત શુદ્ધ ધાર્મિક વિચારની છે. આકાશનો જે ‘નિષ્પવ્યોમનીતવ્રુત્તિ'વાળો કુદરતી રંગ હોય છે, તે આસ્માની, નીલ કે બ્લ્યુ (Blue) રંગ જણાય છે, તે રંગ એ સાધુનો ગણવાનો છે. એ આકાશનો રંગ કોઈ વસ્તુવિશેષ ઉપર લગાવેલો રંગ નથી. પણ આપણી દૃષ્ટિની મર્યાદા બતાવનારો એ નિસર્ગનો રંગ છે. એ રંગ ઉપર બીજો કોઈ પણ રંગ શોભી શકે છે. નક્ષત્રો કે ગ્રહો પોતાનો પ્રકાશ એ મનોહર નીલ રંગ ઉપર પાથરી શકે છે. માટે જ એ બ્લ્યુ (Blue) કે નીલ રંગનો અર્થ શુદ્ધ ધાર્મિક વિચાર એવો થાય છે. અર્થાત્ એ શુદ્ધ ધાર્મિક વિચારમાં સ્વાર્થની કલુષિતતા મિશ્ર થયેલી હોય ત્યારે તે નીલરંગ પણ મલીન થઈ જાય છે. એમાં બીજા અનિચ્છનીય રંગ મળતા તેનું સુંદર ભવ્યપણું અને નયનમનોહરપણું લોપાઈ જાય છે. એટલે સાધુપદનો રંગ શુદ્ધ આકાશ જેવો હોય છે. કાળો મેશ જેવો નહીં. કાળો મેશ જેવો રંગ એ રંગ જ ગણાતો નથી. સાધુનો શ્યામવર્ણ શાસ્ત્રોમાં આષાઢી મેઘ જેવો પણ વર્ણવ્યો છે, તે પણ અપેક્ષાએ સત્ય છે.
મંત્રજાપ વડે આપણા મનનું ગમે તેવું કલુષિત સ્વરૂપ કેવી રીતે શુદ્ધ અને નિર્દોષ કરી શકાય એનો પણ બોધ આપણે આ વિચાર ઉપરથી તારવી શકીએ છીએ.
૧. (Manvisible and unvisible અને Thought Forms એ નામના બે પુસ્તકોમાં રંગોનું સ્વરૂપ અને એના આકારો આપવામાં આવેલા છે. આપણે જે વિચાર કરીએ છીએ તેનાં રૂપ અને રંગ કેવી રીતે બદલાય છે, તેનું ચોક્કસ સ્વરૂપ એમાં બતાવવામાં આવ્યું છે. આપણી ચર્મચક્ષુને જણાતો માણસ એની વાસનાઓ અને વિકારોના રૂપમાં કેવો જોઈ શકાય છે, તેનો આબેહુબ ચિતાર 'પણ એમાં બતાવવામાં આવ્યો છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોઈ લેવા ભલામણ છે.)
ધર્મ-ચિંતન ૦ ૨૭૭