________________
રંગવિજ્ઞાન
બાલચંદ હીરાચંદ
(શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના વર્ણનું સુંદર વર્ણન આ લેખમાં થયું છે. ભાવને અસર કરવામાં રંગ કેટલો બધો અગત્યનો ભાગ ભજવે છે તે આ લેખ સ્પષ્ટ કરે છે. સં.)
આખું જગત વિવિધ એવા સાત વર્ષોથી પરિવેષ્ટિત છે. એ દરેક વર્ણ પોતાનું વૈિશિસ્ય ધરાવે છે અને તે દરેક વર્ણ પોતાના વિશિષ્ટ ગુણો ધરાવે છે અને તેમના અનેક જાતના વધારે ઓછા મિશ્રણ થવાથી વિભિન્ન ગુણોનો જન્મ થાય છે. એ વસ્તુસ્થિતિ જેઓ પોતાની તપઃ સાધનાથી એવી દૃષ્ટિ મેળવી લે છે તેઓ જોઈ અને પારખી પણ શકે છે અને દિવ્યદૃષ્ટિ કે અંગ્રેજીમાં જેને Clairvoyance Sight કહે છે તે પ્રાપ્ત થયા પછી દરેક મનુષ્યને તેના સાચા રૂપમાં જોઈ શકાય છે.
તીર્થકર ભગવંતને આઠ મહાપ્રાતિહાર્ય હોય છે અને આપણે ભામંડળ પ્રભુની મૂર્તિ પાછળ બતાવીએ છીએ. એ ભામંડળ વિવિધ રંગોનો એકત્ર આવિષ્કાર સૂર્યના આકારમાં દિવ્ય તેજરૂપે મૂકવામાં આવે છે.
આપણે લાલ રંગનો જ વિચાર કરીએ ત્યારે આપણા જોવામાં આવે છે કે ક્રોધનો રંગ લાલ હોય છે, તેમ માયાનો રંગ પણ લાલ જ હોય છે અને કામ-વિકારનો પણ લાલ જ રંગ હોય છે. આપણે જોઈએ છીએ કે, જ્યારે માણસ ક્રોધથી ધમધમે છે, ત્યારે એના બધા અંગો લાલચોળ થતા જાય છે. તેમ જ જે માણસ કામ-વિકારમાં ડૂબી મનની વિશ્વળતા બતાવે છે, ત્યારે તેના મોં ઉપર લાલરંગની છટા જોવામાં આવે છે. આપણે સિદ્ધ ભગવંતોનો લાલરંગ કલ્પીએ છીએ ત્યારે એ લાલરંગ જુદો જ હોવો જોઈએ, એ સ્પષ્ટ છે. કારણ એમાં શુદ્ધ દયા, અનુકંપા અને પરહિતની તીવ્ર ભાવનાનો પ્રકર્ષ વર્તે છે, એવા શુદ્ધ ભાવની કલ્પના કરવામાં આવે છે.
ક્રોધના લાલરંગમાં કલુષિતતાનો શ્યામવર્ણ મિશ્રિત હોવાનું સ્પષ્ટ જોવામાં અને જાણવામાં આવે છે. એ રંગ નેત્રને જરાએ આલ્હાદ આપતો નથી. તેમ જ કામવિકારના લાલરંગમાં પરવશતાનો લીલો રંગ મિશ્રિત થવાથી તેમાં કલુષિતતા જોવામાં આવે છે અને એના માટે જરાએ આદર કે આકર્ષણ થતું નથી.
સિદ્ધ ભગવંતનો લાલવર્ણ લગભગ ગુલાબના ફુલ જેવો નયનમનોહર અને આકર્ષક હોય છે. એ રંગનો આદર કરવાનું મન થાય છે અને એ રંગમાં ડુબી જવાનું પણ મન થાય છે. એવું એનું વિશિષ્ટ જાતનું આકર્ષણ હોય છે. આખા જગત ઉપર 'દયા, ઉપકારવૃત્તિ એ સિદ્ધ ભગવંતના સ્વભાવનું દર્શક છે. શિવમસ્તુ સર્વગતિ:' • ભાવની પૂર્ણતાનું નિર્દર્શક છે.
ધર્મ-ચિંતન ૨૭૫