________________
સાથે સાથે એ બધામાંથી સારભૂત વસ્તુ શોધી કાઢી એક નવકાર જેવા મંત્રમાં સમાઈ ગઈ છે એવું પણ કહે છે. એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, વટવૃક્ષનું બીજ અત્યંત નાના અણુ જેટલું હોય છે, છતાં એમાં આખો વટવૃક્ષ સમાયેલો છે એમ કહેવું બરાબર સુસંગત અને સત્ય જ છે. ત્યારે આપણી અલ્પમતિ અનુસાર એ વસ્તુ આકલન નહીં કરી શકીએ, પણ જ્ઞાની અને અનુભવી સંતો જ્યારે વારંવાર ઉચ્ચ સ્વરે પોકારીને કહે છે ત્યારે, એમાં સત્ય છે જ એમ કહેવામાં અને માનવામાં આપણને હરકત શા માટે હોઈ શકે ? દરેક વસ્તુ અમારી બુદ્ધિના ક્ષેત્રમાં સમાઈ જાય અને અમો સમજીએ તો જ માનીએ એવો આગ્રહ કેમ રાખી શકાય ? જગતમાં એવી હજારો ઘટનાઓ નિત્ય જોવામાં આવે છે કે જેનો કાર્યકારણભાવ આપણે પૂરેપૂરો જાણતા નહીં હોવા છતાં તેના તંત્રજ્ઞો અને મંત્રજ્ઞો ઉપર ભરોસો રાખી તેને સત્ય અને સુસંગત તરીકે સ્વીકારીએ છીએ, ત્યારે નવકારમંત્રના ગૌરવમાં આપણે જ્ઞાનીઓ ઉપર નિરપવાદપણે ભરોસો રાખવો જ રહ્યો. જ્યારે જ્ઞાનીઓ નવકારમંત્રને સકળ શાસ્ત્રોમાં ઊંચુ અને આદિ મંગલરૂપી કલ્યાણકારી સ્થાન આપે છે, ત્યારે તેમાં એવી જ અગાધ શક્તિ હોવી જોઈએ એ ફલિત થાય છે.
કોઈ પણ વ્યક્તિ જ્યારે નવકારમંત્રના શબ્દસમૂહનો ઉચ્ચાર કરે છે ત્યારે ભલે તે વ્યક્તિ તેનો અર્થ નહીં સમજતો હોય છતાં તેની ધ્વનિ લહરીઓ આકાશમાં પ્રસ્તૃત તો થાય છે જ. અને એ મંત્રરાજમાં એવી અપાર શક્તિ છે કે, તેની લહેરો આંદોલનો દ્વારા લોકાંત સુધી પહોચી જાય છે. જેમ કોઈ મોટા પાણીથી ભરેલા ઘડામાં સાકરનો એક કણીઓ નાખે છે ત્યારે તે આખા ઘડામાં પાણી સાથે એકરૂપ થઈ જાય છે અને પોતાનું ભલે અત્યલ્પ પણ કાર્ય કરી જ નાંખે છે. અથવા એવા જ પાણીના ઘડામાં એકાદ રંગનું ટીપું નાખે તો તે આખા ઘડાનું પાણી તે રંગના વર્ણથી કલુષિત થઈ જાય છે. વધારે સ્પષ્ટતા માટે એવા જ ઘડામાં ઝેરનો એક છાંટો પણ પડી જાય તો તે આખા ઘડાનું પાણી દૂષિત અને અપેય થઈ ગયેલું આપણે માનીએ છીએ. ધ્વનિની લહરીઓનો એવો ધર્મ છે કે, તે ઉત્પન્ન થયા પછી આખા આકાશ પ્રદેશોને સ્પર્શી જાય છે અને ઇષ્ટ કે અનિષ્ટ પરિણામ નીપજાવી જાય છે. જેમ નવકારમંત્ર સુસંવાદી, શ્રેયસ્ વાતાવરણ બનાવી શકે છે, તેમ કલહ, કંકાસ, ક્રોધ, માન, માયા અને લોભ જેવા વિકારી વિસંવાદી શબ્દસમૂહની લહરીઓ પણ પોતાનું કાર્ય કરે જ જાય છે. જ્યારે આપણે જગતમાં પાપ વધ્યું છે એમ કહીએ છીએ ત્યારે એનો એ અર્થ થાય છે કે, વિસંવાદી કલુષિત અણુઓનું જોર વધી ગયું છે. પેલા પાણીથી ભરેલા ઘડાનું દષ્ટાંત કરી લઈએ. એ ઘડામાં દરેક માણસ પોતાની પાસે રહેલા દરેક રંગનું ટીપું નાખે જાય, તેમ
ધર્મ-ચિંતન ૦ ૨૭૧