________________
આ ઋણ ચૂકવવાનો એક માત્ર માર્ગ ખામેમિ છે અને એ ભાવને ક્રિયામાં (અમલમાં) મૂકવાનો એક માત્ર માર્ગ નમામિ (નમસ્કાર) છે.
આ રીતે વિચારતાં એવું સ્પષ્ટ સમજાય છે, કે “ખામેમિ સવજીવે’વાળું મહાસૂત્ર, મળી શકતા તમામ માર્ગોદ્વારા આત્માને ક્ષમા માંગવાનું જ શિક્ષણ આપે છે, ક્ષમા આપવાનો તેમાં કોઈ પ્રશ્ન જ દેખાતો નથી.
“મારે સર્વ જીવો સાથે મૈત્રી છે” એ વાક્યમાં “મારો કોઈ અપરાધી નથી' એ વાત સ્પષ્ટ થાય છે. “મારે કોઈની સાથે વેર નથી” એ વાક્યમાં “મારે કોઈને પણ ક્ષમા આપવાનું કશું જ પ્રયોજન નથી” એ વાત પણ એટલી જ સ્પષ્ટ થાય છે.
એટલે, એ ચાર પદના નાનકડા મહાસૂત્રમાં “ક્ષમા માગવી અને તે અર્થે “સૌને નમવું” એ બે જ વાત છે. એક વિચાર છે અને બીજો આચાર છે. તત્ત્વજ્ઞાનનો વિચારનો) સાર “ક્ષમા માગવી તે અને ધર્મનો (આચારનો) સાર “નમસ્કાર' એ તમામ આગમોનો સારભૂત નિચોડ, ક્ષમાપનાનાં આ ચાર પદોમાંથી આપણને પ્રાપ્ત થાય છે.
આ બધા ઉપર સ્વસ્થ ચિત્તે મનન કરતાં નિશ્ચય થઈ જશે, કે કરોડો ભવનાં પાપકર્મોને ક્ષણવારમાં ભસ્મ કરી દેવાની ચમત્કારિક મહાશક્તિ “ક્ષમાપના'માં અને નમો'માં છે.
એવા એ ક્ષમાપનાભાવને અને નમોભાવને કોટાનકોટી વંદન હો. લખાવનારના, લખનારના, પ્રસિદ્ધ કરનારના અને વાંચનાર–વંચાવનારના, તમામ આત્માઓમાં આ પરમભાવ પ્રગટ થાઓ અને સૌ કોઈને મુક્તિમાર્ગનો પુનિત પ્રકાશ લબ્ધ બનો, એ જ અભિલાષાપૂર્વક :
ક્ષમા માંગું હું સર્વ જીવોની, મુજને સર્વ કરો ક્ષમા, મૈત્રી છે સર્વ જીવોથી, વર તો કોથી છે જ ના.”
મન વિણ મિલવો જ્યે ચાવવો દંતહીણે, ગુરુ વિણ ભણવો ર્યું જીવો ક્યું અલૂણે, જસ વિણ બહુ જીવી જીવ તે ક્યું ન સોહે. તિમ ધરમ ન સોહે ભાવના જો ન હો હે...(૧) સૂક્તમુક્તાવલી ધર્મવર્ગ-૪૫
અર્થ - જેમ મન વગરનું મળવું, દાંત વિનાનું ચાવવું, ગુરુ વિનાનું ભણવું અને લવણ વિનાનું ખાવું નીરસ બને છે, તેમ ભાવના વિના ધર્માનુષ્ઠાન શોભા પામતું નથી.
ધર્મ-ચિંતન ૨૬૯