________________
પાપોનો વિનાશ અને ઉત્કૃષ્ટ મંગલનો પ્રાદુર્ભાવ થવામાં કોઈ અંતરાય બાકી રહેતો જ નથી.
આ દૃષ્ટિથી વિચાર કરતાં શ્રીનમસ્કાર મહામંત્રના “નમો” શબ્દમાં પણ ખામેમિ, નમામિ અને શિવમસ્તુ એ ત્રણે ભાવોનું એકીકરણ થયેલું જોવા મળે છે. પંચપરમેષ્ઠિ ભગવંતોને નમન કરવાનો હેતુ સર્વ પાપોનો નાશ કરીને પ્રથમ મંગલરૂપી મુક્તિને પ્રાપ્ત કરવાનો છે. ‘નમો’ પદનું ઉચ્ચારણ પણ, દુષ્કૃતગહ અને સુકૃતાનુમોદનારૂપી ધર્મતત્ત્વની આરાધના દ્વારા દેવતત્ત્વ અને ગુરુતત્ત્વનું પરમપાવનકારક શરણ મેળવી આપે છે.
આ શરણને આત્મસાત્ બનાવવા માટે ક્ષમાપના જેવું ઉત્તમ બીજું એક પણ સાધન નથી. ક્ષમાપનાની આ ભાવનામાં, અન્ય જીવોને ક્ષમા કરવાનો ભાવ તો અંતર્ગત રહેલો જ છે, પરંતુ, કોણ કોનો અપરાધી છે, એ વાતનો વિચાર કરતાં એવું, . સ્પષ્ટ ભાસે છે, કે આપણા અપરાધી આપણે પોતે જ છીએ.
અન્યને અપરાધી ગણવાની વૃત્તિને જન્મ આપનાર કેવળ અહંભાવ છે. એ મહાશત્રુને જો હણી શકાય, તો પછી, તે આત્મા માટે તો અપરાધી કોઈ રહેતું જ નથી.
જે કોઈ આપણો કશો પણ અપરાધ કરતું દેખાય છે, તે તો કર્મસંયોગે આપણો પૂર્વનો લેણદાર છે અને લેણું વસૂલ કરીને આપણને ઋણમુક્ત બનાવે છે. તે તો આપણો ઉપકારી છે અને જે ઉપકારી હોય, તેને અપરાધી કેમ માની શકાય ? કર્મના સિદ્ધાંતની સમ્યક્ સમજણમાંથી આ જાતનો ભાવ આવવો જ જોઈએ.
એ આપણો પૂર્વનો કે આ ભવનો લેણદાર ન હોય અને આપણો અપરાધ કરતો હોય, તો પછી તેમ કરવાથી તે આપણો દેવાદાર બની જાય છે એને પરિણામે એ ઋણ અદા કરવા માટે જે આફતમાં એને મૂકાવું પડશે, તેનો વિચાર કરુણાભાવનો પ્રેરક બની જાય છે. આ કરુણાભાવનું જાગવું કલ્યાણપ્રદ હોઈ, એ રીતે એ ભાવ જગાડનાર પણ આપણો પરમ ઉપકારક બની જાય છે. આ દૃષ્ટિથી પણ, તે આપણો અપરાધી નથી ઉપકારક છે.
આ સિદ્ધાંત મુજબ વિચારતાં આપણો અપરાધી તો કોઈ જીવ રહેતો જ નથી, અને રહેતો જ નથી, એટલે અન્ય કોઈ જીવને ક્ષમા આપવાનો પ્રશ્ન આપણા માટે ઉપસ્થિત જ થતો નથી.
તે પછી, બાકી રહે છે, આપણો “હું”, જાણ્યેઅજાણ્યે અનંત ભવોમાં અનંતા જીવોના અસંખ્યાતા અપરાધો કર્યા છે એ બધા અપરાધોનું ઋણ ચૂકવ્યા વિના એનો તોઉદ્ધાર જ નથી.
૨૬૮ ૦ ધર્મ-ચિંતન