________________
ખીલવવાના શાસ્ત્રસિદ્ધ ઉપાયો અજમાવવામાં તે કશી કચાશ ન રાખે.
આ જમીનમાં અખૂટ ધન છે, એવું જાણ્યા પછી આજન્મદરિદ્રી માનવબંધુ છાનોછપનો પણ તે જમીનને ફેંદી વળ્યા પછી જ જંપે છે, તેમ પોતાના આત્મામાં પરમાત્મા બનવાની પાત્રતા છે, એવું જ્ઞાની ભગવંતોનું વચન સાંભળ્યા–વાંચ્યા પછી કોઈ ભાગ્યશાળી કર્મની સત્તા નીચે ચગદાવાનું પસંદ કરે છે ?
હરગીઝ નહિ.
ચોમેર ફેલાયેલી અપૂર્ણતા આપણા આત્માના પૂર્ણત્વના આદર્શને પડકારી રહી છે. અરે ! એમ કરો કે આપણને પૂર્ણત્વના પરમપંથે પ્રયાણ કરવાની પવિત્ર પ્રેરણા પૂરી પાડી રહી છે.
પૂર્ણત્વ એટલે શાશ્વત સુખ. અપૂર્ણત્વ એટલે રોજનું દુઃખ.
આપણે શાના ખપી છીએ તેનો આધાર આજે આપણા આદર્શ સ્થાને કોણ છે, તેના ઉપર છે..
શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોનો દાસ, અપૂર્ણતાના મેલાઘેલા અને જીર્ણશીર્ણ અંચળાને ઉતારી નાખીને પૂર્ણત્વના પરમપવિત્ર અને શાશ્વત એવા સ્વરૂપમાં જ રાચનારો હોય–હોવો જોઈએ.
શૌર્ય स्वभाव विजयः शौर्यम् । શૌર્ય ચિત્તનો ગુણ છે. ચિત્તની સ્વભાવિક વિક્રિયાને જીતવાથી તે પ્રાપ્ત
થાય છે.
ક્રોધ, રોષ, રાગ, દ્વેષ, વિષયાભિમુખ મનને જીતી લેવાનું નામ શૌર્ય છે. ધર્મ વડે શરીર પર આત્માનો, ઇન્દ્રિયો પર મનનો અને અસત્ય પર સત્યનો વિજય થાય છે. જે અપૂર્વ શૂરાતન માગી લે છે.
ધર્મ-ચિંતન ૨૪૩