________________
સામાયિકધર્મ સામાયિક એ જ પરમધર્મ છે. બધા ધર્મો તેમાં સમાઈ જાય છે.
અહિંસા પરમો ધર્મનો પણ તેમાં સમાવેશ થાય છે અને “સત્યમેવ જયતે' પણ તેમાં સમાઈ જાય છે, પરંતુ અહિંસા કે સત્યમાં સામાયિકની સમગ્રતાનો સમાવેશ નથી થઈ શકતો, કારણ કે સામાયિકધર્મ એ સર્વ ધર્મનો સાર છે. સર્વ વ્રતો અને મહાવ્રતોનું પરમલક્ષ્ય છે.
સામાયિકમાં રહેવું તે હવામાં અદ્ધર રહેવા કરતાં પણ અધિક દુષ્કર છે.
પરમાત્માની આજ્ઞાના પાકા પક્ષકાર બનાય છે, તેમ જ હું આત્મા છું એવો દઢ સંસ્કાર અંદર બધે બરાબર ફેલાય છે, તે પછી આત્માવડે આત્મામાં રહી શકાય છે, આત્માને પરમાત્માના ધ્યાનમાં જોડી શકાય છે, આત્માના ગુણોમાં રમણતા કેળવી શકાય છે અને અનાત્મ-વસ્તુ (જડ પદાર્થો) તરફ ઉદાસીનભાવ આવે છે.
આત્માના સ્વભાવની શોધ અને શુદ્ધિ સામાયિકવડે થાય છે.
શોધ માટે બહારથી પૂરેપૂરા સંકેલાઈને અંદર ઊંડા ઊતરવું પડે છે. ઊંડે સુધી અંદર પહોંચ્યા પછી અશુદ્ધિઓ સાથેનો જંગ જોરમાં આવે છે અને તેમાં વિજય ધર્મના પક્ષકારનો થાય છે.
ખોવાઈ ગયેલા પોતાના સ્નેહીની યાદમાં માનવી ઘણીવાર દૂર-સુદૂરના ભૂતકાળમાં ખૂબ ઊંડો ઊતરી જાય છે તેમ આત્માના પરમસ્વરૂપના ચિંતનમાં ખૂબ-ખૂબ દૂર સુધી નીકળી જવું તે સામાયિકધર્મને પાત્ર બનવાની વિશિષ્ટ કોટિની સાધના છે.
સામાયિકધર્મને સંબંધ આત્મ-વસ્તુ સાથે છે, આત્માના આવરાયેલા ગુણોને ખોલવા સાથે છે, આત્માને પરમાત્મા બનાવવા સાથે છે.
આત્મગુણનો પ્રકાશ અહીં બેઠાં સિદ્ધશિલાનાં દર્શન કરે છે, જગતમાં રહેલા બધા જીવો સાથે મીઠીગોષ્ટિ કરે છે. ગોષ્ટિનો એ પ્રકાર શબ્દાતીત છે. અનુભવે તો સમજાય છે. દેહાધ્યાસ છૂટે છે ત્યારે એવા અનુભવનું પહેલું કિરણ પોતાને સ્પર્શે છે. એ સ્પર્શ એટલે રસસમાધિ, સમરસીભાવનો ભવ્ય તેમ જ મંગલ અનુભવ.
દેહાધ્યાસ છૂટવો એટલે દેહની મમતાથી સર્વથા મુક્ત થવું તે.
છુટી ગયો છે દેહાધ્યાસ જેનો એવા મહાસંતના શરીરને કોઈ વાંસડાથી છોલે કે. ચંદન રસનું વિલેપન કરે, તેની પ્રતિકૂળ યા સાનુકૂળ કશી અસર તેમના આત્માને ન થાય. પ્રતિકૂળ યા સાનુકૂળ ઉભય પ્રકારના ઉપસર્ગ સમયે પોતે તો આત્મામાં જે રમત
ર૫ર ધર્મ-ચિંતન