________________
* શ્રીજિનાજ્ઞા સાથેના બહારના તેમ જ અંદરના સંબંધના બળમાંથી જીવને, જીવનું હિત ચિંતવવાની શક્તિ મળે છે.
કશા વિશેષ પ્રયત્ન સિવાય–સ્વાભાવિકપણે–વૃત્તિ પોતાની સર્વજીવહિતકર ધર્મને જ પ્રણામ કરે, એવી ભૂમિકાના પ્રાકટ્ય અર્થે ચિત્તને અરિહંતભાવથી વાસિત કરવું જોઈએ.
અરિહંતભાવથી વાસિત થવાની ક્રિયામાં આવશ્યક વર્ષોલ્લાસ, શ્રીઅરિહંત પરમાત્માના ત્રિભુવનહિતચિન્તકત્વના ચિંતનમાંથી જન્મે છે.
એ વર્ષોલ્લાસ, ચિત્તને તત્કાળ ઉલ્લસિત બનાવે છે, ભવના વજપિંજરને તોડીફોડી નાખીને પરમકલ્યાણકર પદના નિર્મળ ધ્યાનમાં જોડે છે.
એ ધ્યાનનો સુપ્રભાવ આરાધકને અપ્રમત્તદશાનો અનુભવ કરાવે છે. તે પછી પળનો પ્રમાદ પણ ભયાનક ખટકા સમાન બની જાય છે. જીવની પરાધીનદશાનું દર્શન, પોતાને અધિક ધર્મસાધના તરફ પ્રેરે છે.
ધર્મસાધનાનાં આકરાં ચઢાણ કાપવા માટે નમસ્કારભાવ મજબૂત લાકડી સમાન છે અને આત્મસમભાવ દિવ્યદૃષ્ટિ સમાન છે.
નમસ્કારભાવવાસિત ચિત્તમાંથી આત્મસમભાવનો સૂર્ય પ્રકાશિત થાય છે.
નમસ્કારભાવ બરાબર ચિત્તને સ્પર્શે એટલે આખું જીવન તેની હકુમત તળે | આવતું જાય છે અને ભય-ખેદ-દ્વેષ વગેરે આત્મઅહિતકર બળોની સીધી તેમ જ આડકતરી અસરોથી મુક્ત થતું જાય છે.
ચિત્તની વિશુદ્ધિ વધતી જ રહે તે માટે શ્રીનવકારમાં રમણતા વધારવાના વિવિધ શાસ્ત્રીય માર્ગો સાથેનું આપણું જોડાણ ખૂબ-ખૂબ જરૂરી સમજાય છે.
' એ જોડાણનાં સુમધુર ફળનો આસ્વાદ ભવનાં ખારા જળ તરફ તાકવાની અધમવૃત્તિ સુદ્ધાથી સાધકને “પર” બનાવે છે.
ભવના ખારાજળને માનવસમય તેમ જ માનવશક્તિનો અભિષેક કરવાથી વૃદ્ધિ પણ ભવની થતી હોય છે, એવા શાસ્ત્ર વચનોમાં એકનિષ્ઠાપૂર્વક આપણે આપણી સમગ્રતાને મંગલના કેન્દ્રભૂત બનાવવી જોઈએ.
એ મંગલને ગાઢ સંબંધ છે પરિણામની ધારા સાથે, મનની પ્રસન્નતા સાથે, ચિત્તની શુદ્ધિ સાથે, એ સૂત્ર સદાય આપણા સ્મરણપટમાં રહેવું જોઈએ.
ચિત્ત અશુદ્ધ થાય છે તેની સાથે અમંગલકર બળોનો ઉત્પાત વધી જાય છે, જીવનની અણમોલ ક્ષણો ઇષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગની ચિંતામાં બરબાદ થાય છે અને માનવનો - ભવ ન માનવામાં આવે તેવી પાપકમાઈવડે સર્વને ભારભૂત બની જાય છે.
ધર્મ-ચિંતન : ૨૪૯