________________
છંટકાવ સકળ લોકમાં થાય છે.
નમસ્કારભાવ (૪)
શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ગુણની ગંગામાં સ્નાન કરવું એ માનવ જીવનનો ધન્ય અવસર છે.
ગુણના સ્મરણ, મનન અને ચિંતનથી ગુણી પુરુષો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે છે. ગુણી પુરુષો પ્રત્યેનો એ પૂજ્યભાવ પોતાના આત્માના ગુણોને ઉઘાડે છે. અવગુણોનાં આવરણ ખસે છે ત્યારે આત્મગુણનો અનુભવ થાય છે.
પરમ ઉપકારી અને પરમ ગુણવાન એવા શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને ભાવપૂર્વક નમન કરવાથી નમન કરનારા પુણ્યશાળી આત્માને અવગુણો—આંખમાંના કણાની માફક—ખૂંચવા માંડે છે.
એવા અવગુણો સાથે સંબંધ કરાવનારી પાપી વૃત્તિ તેમ જ પ્રવૃત્તિને પ્રણામ કરવામાં એવો નમસ્કારભાવપરાયણ આત્મા-શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાની– વિરાધના થતી નિહાળે છે.
પોતે અંદરથી પ્રભુજીની આજ્ઞાનો પક્ષકાર તેમ જ આરાધક બનતો જાય છે, તેમતેમ તે આજ્ઞાની વિરાધના થાય એવાં કૃત્યો વડે માનવના ભવને કલંકિત કરવામાં તે ખૂબ જ સંકોચ અનુભવે છે.
અધમતાને આલિંગવામાં સંકોચનો જે અનુભવ થતો હોય છે, તે ભીતરમાં નમસ્કારભાવ પરિણત થયાની નિશાની છે.
જગતનો કોઈ જીવ પાપના પંકવડે ન ખરડાઓ એવી ભાવનાનો ઉદય નમસ્કારભાવના સ્પર્શ પછી થાય છે. તેમાં આત્મસમભાવની મહેંક હોય છે.
આત્મસમભાવને આણનારો નમસ્કારભાવ છે.
પહેલાં તાપ અને પછી નવતર ઘાટ, તેમ પહેલાં નમસ્કારભાવ અને તે પછી
આત્મસમભાવ.
અહીં તાપના સ્થાને નમસ્કારભાવ છે.
પરમગુણવાન ભગવંતોના ગુણોના સ્વાધ્યાય આદિ વડે પોતે જેમ જેમ પોતાની આંતર પરિણતિને પરિશુદ્ધ કરતો જાય છે, તેમ તેમ અંદરનો વિરાટ જાગૃત થાય છે અને સઘળા પ્રાણોમાં આત્મસમભાવનું અજવાળું ભરી દે છે.
પરમગુણી ભગવંતના ગુણનું ધ્યાન એ એક એવું અભેદ્ય કવચ છે કે તેને ધારણ કરનારા આત્મા ઉપર અશુભ બળોની આખી સેના પણ હુમલો કરવામાં નાકામિયાબ
ધર્મ-ચિંતન ૦ ૨૦૩