________________
જાગૃત અને વિવેકી આત્માને કરવાની ધર્મક્રિયાને માત્ર સ્થૂલ ક્રિયા સમજવી તે, તે ધર્મક્રિયામાં જોડવાની આજ્ઞા કરનારા ઉપકારી ભગવંતોની આજ્ઞાની આંશિક પણ - વિરાધનાનો જ એક પ્રકાર ગણાય.
શ્રીજિનેશ્વરદેવપ્રરૂપિત પ્રત્યેક ધર્મક્રિયા, મંદ પડેલા આપણા આત્મભાવને અધિક સક્રિય બનાવે છે.
અહંભાવની સક્રિયતા જીવનો સંસાર વધારે છે.
આત્મભાવની સક્રિયતા જીવની મુક્તિગમનયોગ્યતાને ખૂબ ઝડપે પરિપકવ બનાવે છે.
અનંતશક્તિશાળી આત્માના આવરાયેલા પ્રદેશોને ઉઘાડનારી ધર્મક્રિયામાં સ્થૂલપણે પ્રવેશ કરવો અને હૃદયને તેમાં ન ભીંજવવું તે ‘સ્વ’ પ્રત્યેના અંધરાગની નિશાની છે, શ્રીજિનેશ્વર ભગવાનની ભાવદયાની ધરાર અવગણના છે.
આજ્ઞા મુજબની ક્રિયામાં જોડાવું તે પણ નમસ્કારનો જ એક પ્રકાર છે. જો ત્યાં આપણા બધા. પ્રાણો નમસ્કાર કરે તો તે ક્રિયાનું રહસ્ય જરૂર આપણા ભાવોની શુદ્ધિના કારણરૂપ બને.
સ્થૂલ ધર્મક્રિયાની વધુ અસરની માન્યતાને વળગી રહેવાય તો સૂક્ષ્મ એવા કષાયને નિર્મૂળ કરવામાં તે ક્રિયાઓ સફળ થાય છે એમ કહેવામાં આપણને હરકત નડે.
એક એક ધર્મક્રિયા એવી વિશિષ્ટ પ્રકારની વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે યોજાયેલી છે કે જો તેને પૂરો ભાવ અપાય તો તે ક્રિયાઓમાં ઓતપ્રોત રહેવું તે અનંતવાત્સલ્યમયી જનનીના ખોળે રમવા જેવું આપણને સહુને પ્રતીત થાય તેમ જ તેનાથી અલગ પડવું પડે તે સમયે સજા ભોગવતા હોઈએ તેવી આપણા મનની દશા
થાય.
સજા ભોગવતાં, ભોગવતાં સજા પૂરી થાય તેમ ક્રિયા કરતાં, કરતાં આત્માના સ્વભાવરૂપ સર્વોચ્ચ ભાવના શિખરે પહોંચી શકાય. એ શિખર ઉપર પહોંચાડનારી ધર્મક્રિયાને આપણે માત્ર સ્થૂલ ક્રિયા સમજવા પ્રેરાઈએ તે, તે ક્રિયાને જીવનમાં વણવાની આજ્ઞા ફરમાવનારા ભગવંતોના ભાવને પાત્ર આપણે ભાગ્યે જ બની શકીએ.
ધર્મક્રિયાને ભાવ ભારોભાર તોળવાની વૃત્તિ કેળવવા માટે, મહામંત્ર શ્રીનવકા૨ એ એક અજોડ સાધન છે. તેમાં થઈને ક્રિયામાં દાખલ થવાની જે વ્યવસ્થા ઉપકારી ભગવંતોએ ગોઠવી છે તે ખરેખર બેનમુન છે.
ધર્મ-ચિંતન ૦ ૨૨૧