________________
ધર્મક્રિયાની સૂક્ષ્મ અસર
વધુ અસર, સ્થૂલ ક્રિયાની જ થાય એવી માન્યતાની ગાંઠ બંધાઈ જાય તો આપણે તપ-જપ, સ્તવન-સજ્ઝાય, સામાયિક પ્રતિક્રમણ જેવી ઊંચી આધ્યાત્મિક ક્રિયાઓની ઊંચી અને ભાવપ્રેરક અસરથી ઘણા અંશે વંચિત રહીએ.
નિત્ય જીવનમાં જે ક્રિયાઓ કરવાનું આપણને ઉપકારી ભગવંતોએ ફરમાવ્યું છે તેમાંની કોઈ ક્રિયા એવી નથી કે તેને માત્ર સ્થૂલ પ્રકારની ગણીને આપણે તેને તે પ્રકારનો સ્થૂલ ભાવ આપીને કૃત્યકૃત્યતા અનુભવી શકીએ.
શ્રીજિનેશ્વર ભગવાને ફ૨માવેલી એક એક ધર્મક્રિયા, આપણા ભાવપ્રાણોને ‘અહમ્’ અને ‘મમ’ની મજબૂત પકડમાંથી, વિષય અને કષાયના ભયંકર દુર્ધ્યાનમાંથી સર્વથા મુક્ત કરવાની સંપૂર્ણ ક્ષમતાવાળી છે.
દહેરાસરમાં જઈને સ્તવન ગાવાનો ધન્ય અવસર પ્રાપ્ત થાય તે સમયે તે સ્તવનમાં માત્ર આપણી જીભ જ જોડાય અને બાકીના પ્રાણો ગમે તેમ વર્ત્યા કરે છતાં આપણે ચેતીએ નહિ તો તે સ્તવન આપણા ભાવપ્રાણોમાં ગુણની સાચી હવા ભાગ્યે જ ફેલાવી શકે.
અસીમ ઉપકારી શ્રીતીર્થંકર પરમાત્માના અનંત ગુણોને સંભારવાનો ધન્ય અવસર મળ્યા પછી પણ જો આપણે તે અવસરને સાર્થક ન કરી શકીએ, આત્માના ગુણની સાચી ભૂખ અંદર જગાડી ન શકીએ અને ‘સ્તવન બોલવું જોઈએ,' એવી સ્થૂલ બુદ્ધિનો પક્ષ કરીને સ્તવનમાંના ભાવ સાથે આપણા પ્રાણોને સ્તવન બોલતા હોઈએ તેટલો વખત પણ બરાબર જોડી ન શકીએ તો તે સ્તવનના રચનારા ભગવંતના હૃદયના ભાવ સાથે આપણે હૃદયથી જોડાઈ ન શકીએ તેમ જ દેવાધિદેવના અનંત ગુણોની સ્તવના જેવી ઊંચી ક્રિયાની જે સૂક્ષ્મ અસર આપણા રક્તકણોમાં તેમ જ વિચાર પ્રદેશોમાં ફરી વળવી જોઈએ તે ભાગ્યે જ શક્ય બને.
આપણા અધ્યવસાયોમાં ભળી ગયેલી ભવિષયક લાયકાતને, ધળમૂળથી બદલી નાખીને સર્વવિષયક બનાવવાની જે ક્ષમતા પ્રત્યેક ધર્મક્રિયામાં છે તેનો પૂરેપૂરો લાભ આપણે ત્યારે જ પામી શકીએ જ્યારે આપણે તેને ‘ખાવા' ‘પીવા' ‘અને સૂઈ રહેવા’ સરખી સ્કૂલ ક્રિયાઓ સાથે સરખાવતાં અચકાઈએ તેમ જ તેના પ્રત્યે આપણો આંતર્ભાવ સવિશેષ આદરપૂર્ણ બને.
૨૨૦ ૦ ધર્મ-ચિંતન