________________
* શ્રીવીતરાગ પરમાત્મા અને તેમની દયાને પાત્ર જગતના જીવોના વિસ્મરણ સાથે, જીવ ક્ષમાપનાની આપ-લેની ભૂમિકા ઉપર ટકી શકતો નથી. • એ ભૂમિકા એટલે મૈત્રીભાવ.
મૈત્રીભાવથી પણ ઊંચે લઈ જનારા ધર્મની સાધનાનો વિરલ યોગ પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વના આઠ દિવસો દરમ્યાન મહાપુણ્યશાળી આત્માઓને મળી રહેતો હોય છે.
શ્રીપર્યુષણ પર્વ એટલે ક્ષમાપનાનું મહાપર્વ.
ક્ષમાપનાનું મહાપર્વ એટલે પોતાના હૃદયમાં પ્રભુજીની આજ્ઞા અને ભાવનાની ભાવપૂર્વકની પ્રતિષ્ઠાનું સર્વજીવહિતકર મહાપર્વ.
એ મહાપર્વનો સર્વકલ્યાણકરભાવ, ભાગ્યશાળીઓના પરિણામને સ્પર્શે !
• ભક્તિ અને નિર્ભયતા ભક્તિ દિલમાં જાગે એટલે જીવમાત્ર પ્રત્યે સભાવ વધે અને જીવના અહિત, આકાંક્ષા દિલમાંથી દૂર થાય.
ભક્તિજન્ય મૈત્રીભાવના પ્રભાવે, ભય પમાડવામાં બીજાને નિમિત્તભૂત લેખવાની વૃત્તિ મનના મૂળમાંથી ઉખડી જાય છે. - પંચ નમસ્કાર દ્વારા મનાતીત ભૂમિમાં પ્રવેશીને આસાનીથી ભવમુક્ત બની
શકાય છે.
ધર્મશ્રદ્ધા, પ્રભુભક્તિ, જીવમૈત્રી એ ત્રણમાંથી એકનું પણ અપમાન જ્યારે વાણી, વ્યવહાર અને મન વડે થતું અટકે છે, ત્યારે જ નિર્ભયતાનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે.
આંખોને મન સાથે, મનને દિલ સાથે અને દિલને દેવાધિદેવ સાથે જોડો એટલે ભયમુક્ત અવસ્થા આવીને ઊભી રહેશે. ભક્તિથી ભય નાશ પામે છે.
ધર્મ-ચિંતન : ૨૩૭