________________
રહ્યો છે, ‘બધા મને ખમાવો' એ પ્રાર્થનાના મૂળમાં મૈત્રીભાવજન્ય આત્મસમભાવનો દિવ્ય પ્રકાશ ઝળહળતો હોય છે.
સ્વાર્થના આક્રમણ સામે રક્ષણ આપનારા ‘પ્રતિક્રમણધર્મ'ને વરેલા આત્માઓ કોઈ પણ સંયોગોમાં સ્વાર્થનું ‘૫૨’ પ્રત્યેનું આક્રમણ ન જ ચલાવી લે. મતલબ કે સ્વાર્થને વશ પડીને પરના હિતની ભાવનાથી ભ્રષ્ટ થવા જેવા જેટલા નીચે તેઓ ભાગ્યે જ જાય.
થાય.
સ્વાર્થની પીછેહઠમાં પરમાર્થની આગેકૂચ રહેલી છે.
સાચી ક્ષમાપના સિવાય મૈત્રીભાવના મૂળ ઊંડાં ન ઉતરે.
મૈત્રીભાવના સિવાય નમસ્કારભાવની ભૂમિકા ન પ્રગટે. તે સિવાય જીવો પ્રત્યેના વૈર-વિરોધ ન શમે.
વેર-વિરોધના ઉપશમ સિવાય સર્વ જીવહિતવિષયક શુભભાવ સાથેનું જોડાણ ન
શુભભાવના દાનની ભૂમિકાએ પહોંચવા માટે ક્ષમાપના છે.
જીવોના હિતની ભાવના તેમ જ તે મુજબની યથાશક્ય પ્રવૃત્તિ સિવાય વ્યક્તિનું પોતાનું હિત પણ ન જળવાય એ રહસ્ય ક્ષમાપના વડે સ્પષ્ટ થાય છે.
પોતાના વિચાર પ્રદેશમાં વિશ્વ આખાના બધા જીવોના હિતની ચિંતાને સ્થાન આપવાની જીવની પાત્રતાને પ્રગટાવનારા પર્વાધિરાજની પધારમણી, હૃદયના સિંહાસન ઉ૫૨ પ્રભુજીની સર્વજીવહિતકર આજ્ઞાને ભાવપૂર્વક પ્રતિષ્ઠિત કરવાનો મહામૂલો સંદેશ આપણને સંભળાવી રહી છે.
પરિણામ સ્વાર્થભાવ-પશુભાવને પ્રણામ કરતાં રહે ત્યાં સુધી પ્રભુજીની આજ્ઞાના પાલનસ્વરૂપ ધર્મની શરૂઆત પણ ન થાય.
જીવતત્ત્વની યથાર્થ ઓળખ છે ધર્મના પ્રારંભનો પાયો.
જીવને ઓળખાવનારા શ્રીજિનેશ્વરદેવની ભક્તિમાં પોતાની બધી પવિત્ર શક્તિને જોડાવાથી જીવની મુક્તિગમનયોગ્યતાનો ઝડપથી વિકાસ થાય છે.
મતલબ કે જેને પોતાની ‘મુક્તિ' વહાલી હોય તેને શ્રીવીતરાગ પરમાત્માનું વચન અને જગતના બધા જીવો પ્રત્યે આંતરિક આદરભાવ હોય જ.
૨૩૬ ૦ ધર્મ-ચિંતન