________________
ક્ષમાપના ક્ષમાપનાને સંબંધ હૃદય સાથે છે. બુદ્ધિ સાથે મુદ્દલ નહિ. બુદ્ધિ ન તો ક્ષમા આપી શકે ન લઈ શકે.
ક્ષમાપના એટલે પશ્ચાત્તાપનું પવિત્ર ઝરણું. - તેમાં બધા પ્રાણીની પવિત્ર છતાં નમ્ર અરજનું એક ભાવાત્મકસંગીત નિર્માણ થાય છે.
એ સંગીતની જે ભાષા તે “ક્ષમા.” ક્ષમાની આપ-લેમાં અગત્યનો ભાગ નમસ્કારભાવ ભજવે છે.
ભાવમાં નમસ્કાર ન હોય તો ક્ષમા સામેની વ્યક્તિના ભાવને ભાગ્યે જ સ્પર્શી શકે. અને એવી ક્ષમા ક્યારેક માયાચારરૂપે પણ હોય.
પરને પોતાના વિચારપ્રદેશમાં આગવું સ્થાન આપવાની લાગણીનું માપ ‘મા’ના આદાન-પ્રદાન ઉપરથી નીકળી શકે.
ક્ષમા એટલે અહંકારને નીચોવી નાખનારી વિશિષ્ટ પ્રકારની આધ્યાત્મિક પ્રક્રિયા.
આપનાર અને લેનાર ઉભયનું કલ્યાણ કરનારી સંજીવિની શક્તિ ક્ષમામાં રહેલી છે. ક્ષમા ન આપી શકે તે ક્ષમા સ્વીકારવાની પાત્રતાથી વંચિત રહે છે. આપી ન શકે તેને લેતા ન આવડે તે હકીકત છે.
જગતના સર્વ જીવોને ખમાવવાથી પોતે જગતનો બને છે, જગતના સર્વ જીવોના શુભભાવમાં પોતે સ્થાન પામે છે. જગતના સર્વ જીવો મને ખમાવો એવી ભાવભરી પ્રાર્થનાથી પોતે સ્વાર્થને વશ થઈને પરહિતને અવગણનારી અધમ વૃત્તિ અને પ્રવૃત્તિમાંથી ઘણા અંશે ઉગરી જાય છે.
સર્વના હૃદયમાં પોતાનું અને પોતાના હૃદયમાં સર્વનું સ્થાન નિયત કરનારી વિશિષ્ટ પ્રકારની આધ્યાત્મિક તાલીમ જેમના રોજીંદા જીવનમાં સ્થાન પામે છે તેમને ન તો “સ્વ” સવાયો લાગે, ન “પર” પરાયો લાગે.
“બધાને ખમાવું છું' એવી પ્રાર્થનાના મૂળમાં નમસ્કારભાવનો જીવંત સ્ત્રોત વહી
ધર્મ-ચિંતન : ૨૩૫