________________
પૂજા-સામાયિક-સ્વાધ્યાય-પ્રતિક્રમણ વગેરેમાં રહેલી આત્મોપકારી શક્તિઓમાં તે સાચી શ્રદ્ધાવાળો બને છે.
મનના શુભભાવ અને વાણીના ઉચિત વ્યવહારની સાથોસાથ શરીરને ધર્મક્રિયામાં યોજવાનું લક્ષ્ય સહેજ પણ ચૂકાય તો ઘણું મોટું નુકશાન થઈ જાય એ આપણે સદાય સ્મરણમાં રાખીને તે મુજબના આચરણમાં અધિક વીર્ય ફોરવવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
પાપકર્મોના તીવ્ર ઠંખોની વેદના વચ્ચે પરિણામને “સમમાં સ્થિર રાખવાં તે નાની-સૂની વાત નથી.
એવી સ્થિરતા લાવવા માટે મનને પ્રભુજીની આજ્ઞામાં નમાવવું પડે છે અને વચન અને કાયાને તે આજ્ઞા મુજબનાં આત્મહિતકર કાર્યોમાં યોજવા પડે છે.
સામાયિકધર્મની સાધના એટલે આત્મસમભાવની સાધના. આત્મસમભાવનો પાયો છે જીવદયા
જીવદયાના પાલનની અમાપ શક્તિ, છકાયજીવના રક્ષક સર્વવિરતિધર ભગવંતોની ભક્તિથી પ્રગટે છે.
સર્વવિરતિધર ભગવંતોની ભક્તિના ધન્ય અવસરે આપણા ચિત્તમાં ભાવ, વિષયોથી વિરમવાનો રહેવો જોઈએ.
વિષયો વિષ જેવા લાગે છે, એટલે તેનાથી છોડાવનારા વ્રત-નિયમો અમૃત સરખા મીઠા લાગે છે.
વ્રત-નિયમોને અર્થહીન બંધનરૂપ માનવા તે જીવનને ટકાવનારા શ્વાસોચ્છવાસને બંધનરૂપ માનવા સમાન છે.
વ્રત-નિયમોનું પાલન એ શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાનું જ પાલન છે, એવું હૃદયમાં સ્થિર ન થાય ત્યાં સુધી તે વ્રત-નિયમોના પાલનમાં સાચો રસ પેદા ન થાય અને તે સિવાય જીવનનું ઉદ્ઘકરણ શક્ય ન બને.
નમસ્કારભાવની જીવંત પ્રતિભા સામાયિક ધર્મના પાલનદ્વારા વ્યક્ત થાય છે.
મતલબ કે આ જગતમાં સહુથી શ્રેષ્ઠ એવા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી જીવને લાભ પણ મોટામાં મોટો થાય છે.
મોટામાં મોટો તે લાભ એટલે સામાયિકધર્મની પ્રાપ્તિ.
એવા સામાયિકધર્મને વરવાના આપણા કોડ પૂરવાની અમાપ શક્તિ શ્રીનવકારમાં છે.
એ એવા શ્રીનવકારને ધારણ કરનારા આત્માઓની સામાયિકધર્મના પાલનમાં પ્રીતિ વધો ! ગતિ વધો !
૨૪૦ ધર્મ-ચિંતન