________________
આપણામાં આપણી પોતાની ઇચ્છાની નહિ, પરંતુ શ્રીવીતરાગ પરમાત્માની સર્વજીવહિતકર આજ્ઞા અને ભાવનાના ‘જયજયકાર'ની ઉજ્જવળ ભાવના આપણે ભાવવી જોઈએ.
આપણે પુનઃ પુનઃ પ્રાર્થવું જોઈએ કે, ‘હે નાથ ! હે જગગુરુ ! આપના અચિંત્ય પ્રભાવે, મારો મારા પ્રત્યેનો રાગ,ભવનિર્વેદમાં પરિણમો—સદંતર ક્ષય પામો. અને આપે પ્રકાશેલા સર્વકલ્યાણકર ધર્મના માર્ગ ઉપર ચાલવાની યોગ્યતા મારામાં સત્વર પ્રગટે !'
ભગવાનની ભક્તિના પ્રભાવે ભવ પ્રત્યે ઉદાસીનતા પ્રગટે. ભવ પ્રત્યેની તે ઉદાસીનતા સર્વજીવો પ્રત્યેના ભાવમાં ખૂબ જ સહાયભૂત થાય. કારણ કે પોતાને પોતાના સ્વાર્થમાં મુદ્દલ રસ ન રહે, તે ભૂમિકાએ પહોંચેલા આત્માનો ભાવ, સ્વાભાવિકપણે જગતના જીવોના હિતમાં સાર્થક થતો હોય છે.
ભવનિર્વેદની યાચના એ કોઈ સામાન્ય યાચના નથી, એમાં સ્વ અને પરના કલ્યાણનો સર્વોચ્ચભાવ રહેલો છે.
ભવિષયક સઘળી આળપંપાળમાં તણાયા સિવાય, આત્માના સર્વજીવહિતવિષયકભાવને ઉત્તરોત્તર નિર્મળ કરવાની-ભવનિર્વેદ-એ ચાવી છે.
ભવિષયક ઉદાસીનતા એટલે સ્વાર્થને ભાવ આપવાની વૃત્તિનો અભાવ. શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાની આરાધનાના પ્રભાવે તેવા પ્રકારનો ભવનિર્વેદ આસ્તે-આસ્તે અંદરથી પ્રગટે છે.
અંદરથી પ્રગટેલી તે ઉદાસીનતા, શ્રીજિનેશ્વરદેવના પ૨મતા૨કશાસનની પ્રભાવનામાં પરિણમે છે.
પરંતુ ઉદાસીનતા એટલે ‘જગતના જીવો પ્રત્યે ઉદાસીન રહેવું,' અકૃતજ્ઞ બનવું,—એવો અર્થ ભૂલથી પણ સંગત કરી લેવાય તો મોટું અહિત થઈ જાય.
પાપમાં પ્રવૃત્તિ કરવાની વૃત્તિને ભાવ આપવાનું મન ન થાય એવી દશાને ઉદાસીન દશા કહેવાય.
વિશુદ્ધ આત્મભાવમાંથી ભવનિર્વેદ પ્રગટે છે.
આત્મભાવના વિશુદ્ધીકરણ માટે શ્રીવીતરાગ પરમાત્માની ભક્તિ છે. મહામંત્ર શ્રીનવકારની આરાધના છે.
શ્રીવીતરાગ પરમાત્માની ભક્તિ સિવાય, આપણી શક્તિ બેઠી પણ ન થાય. શ્રીઅરિહંતભાવના સર્વોચ્ચ આલંબનના પરમપ્રભાવે જ જીવ, અનેકવિધ
૨૨૬ ૦ ધર્મ-ચિંતન