________________
પ્રતિકૂળતાઓ વચ્ચે શુભભાવના પક્ષમાં અડોલ રહી શકે છે. સર્વ પ્રત્યેના ભાવના સર્વોચ્ચ પરિણામમાં નિઃશંક રહી શકે છે. આપ-લેના “અહંમમથી નિરાળો પડી શકે છે.
શુભભાવની સ્વાભાવિકતા આત્મભાવની વિશુદ્ધિની નિશાની છે.
પાપ ઓછા પ્રયત્ન યા સહેજપણે થતું રહે ત્યાં સુધી સમજવું રહ્યું કે આપણામાં પાપને માફકસરનાં બળો ખૂબ જ છે.
શ્રીઅરિહંત પરમાત્માને ભજવાનાં પરિણામ સહજમાં ય ઓછા પ્રયત્ન થતાં રહે એટલે સમજવું રહ્યું કે અંદરથી આપણે શ્રીઅરિહંતના પરમતારકભાવના અનુરાગી બનતા જઈએ છીએ.
સર્વથા નિષ્પાપ એવા શ્રીઅરિહંતનો શરણાગત નિષ્કલંક આત્મભાવનો આરાધક બની જ શકે.
- સાચાં યોગ-ભક્તિ-જ્ઞાન-કર્મ
દરેક ક્રિયા થાય તે વખતે “આ ક્રિયા કોણે કરી એ કરાવનાર કોણ? અને એ ક્રિયા વખતે હું શું કરતો હતો?” એ વિચારવું જોઈએ.
ક્રિયા કરનાર શરીર અને ઇન્દ્રિયો હતા. ક્રિયા કરાવનાર મન અને પ્રાણ હતા. ક્રિયા અને તેના કરાવનારાને જોનાર હું હાજરાહજૂર સાક્ષી હતો.
" એટલે હું શરીર, મન, પ્રાણ બધાથી પર, એ બધાને જાણું, મને એ બધા જાણે નહિ. એથી શરીર, મન, પ્રાણ “હું નહિ.
જ્યારે હું શરીરાદિ નહિ, એટલે મારે સગા-સંબંધી નહિ, રોગ, વૃદ્ધાવસ્થા, જન્મ-મરણ નહિ. મન નહિ એટલે સુખ, દુઃખ, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ-દ્વેષ, બંધ મોક્ષ નહિ. પ્રાણ નહિ એટલે ભૂખ તરસ નહિ. જે કાંઈ થાય તે મન પ્રાણ વગેરેને થાય છે. મારે કોઈની સાથે સંબંધ ન હતો અને રહેવાનો નથી.
નિરાળા આ નિજ સ્વરૂપમાં સ્થિરતા એ જ સાચો યોગ, સાચી ભક્તિ, સાચું કર્મ અને સાચું જ્ઞાન છે.
ધર્મ-ચિંતન ૨૨૭