________________
સહજમળ નાશક-પરહિતચિંતા
હિંસા ન કરવી અને દયા પાળવી, એ બે વાક્યોના રહસ્ય વચ્ચે જેટલું અંતર છે, તેટલું જ અંતર જગતના કોઈ પણ જીવનું અહિત ન ચિંતવવું અને સર્વજીવહિતવત્સલતા કેળવવી એ બે વાક્યોના રહસ્ય વચ્ચે રહેલું છે.
દયાનું પાલન કરતાં-કરતાં પરમદયાળુતાના સર્વોચ્ચ શિખરે પહોંચી શકાય છે તેમ જીવ માત્રના હિતને ભાવ આપતાં-આપતાં આત્માનો સર્વાત્મભાવ સહજ બને છે. સહજમળની શક્તિના પ્રભાવે સ્વાર્થપરાયણતા સાથે અભેદભાવ કેળવાય છે. તે સહજમળના સર્વનાશનો—પરહિતચિંતા-એ રામબાણ ઈલાજ છે.
સહજમળ સાથેનો આંતરિક ગાઢ સંબંધ જગતના બધા જીવોના કલ્યાણને ભાવ આપવાથી જ ઢીલો પડે છે, કારણ કે પરાર્થપરાયણતા સાથે આત્માના ભાવને સંબંધ હોય છે. એટલે તે ભાવના સામર્થ્યના પ્રભાવે સહજમળની જાત ઓળખાવા માંડે છે, તેનું કાર્ય સમજાવા માંડે છે. તેને પોષવાથી જીવ-જીવ વચ્ચેની અથડામણ વધતી જાય, એવી સમજ પાકી થાય છે.
કોઈ પણ જીવનું અહિત ન ચિંતવવાની ભૂમિકાએ પહોંચવાના લક્ષ્યપૂર્વક જીવ માત્રના હિતને ભાવ આપવાથી આત્માનો ભાવ પ્રકાશમાં આવે છે, તેમ જ સક્રિય બને છે અને આત્માના ના આજ સુધી ફાવી ગયેલા સહજમળનું બળ તૂટવા માંડે છે, આત્માનો તે એક માત્ર શત્રુ છે, એવું હૃદયગત થાય છે.
પરના હિતને ભાવ આપ્યા સિવાય, અંતરમાં ઊંડે સુધી ઘર કરીને રહેલો સ્વ૫૨ વચ્ચેનો ભેદભાવ ભાગ્યે જ ઓગળે.
પોતાનો પોતાના જ સ્વાર્થ પ્રત્યેનો ભાવ સહજમળને પુષ્ટ કરે, તેમાં જેટલા અંશે પરહિતચિંતાનો ભાવ ભળે છે તેટલા અંશે તથાભવ્યત્વનો પ્રભાવ વધે છે.
અનંત કાળ સુધી પરસ્પરને અવગાહીને જ રહેવાની સંપૂર્ણ યોગ્યતાવાળો આત્મા, સ્વભાવે સર્વજીવહિતવત્સલ છે.
જીવને ભાવ આપવો તે જ જીવનો મૂળ સ્વભાવ છે.
જીવના મૌલિક તે સ્વભાવને પ્રગટ કરવાની સર્વોત્કૃષ્ટ પ્રકારની જે ક્રિયા તે નમસ્કારભાવપૂર્વકની જીવંત પરાર્થપરાયણતા.
ત્રણ જગતના બધા જીવોના હિતથી પોતાનું હિત અલગ નથી એ સમ્યજ્ઞાન. તે જ્ઞાનપૂર્વકના આચારમાં જગતના બધા જીવોના હિતને ભાવ આપવાની શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા કેન્દ્રસ્થાને રહે. એટલે જીવનો, જીવં પ્રત્યેનો ભાવ પ્રગટ થાય જ. દેવાધિદેવની આજ્ઞાના મૂળમાં જીવના જીવ પ્રત્યેના ભાવને સંપૂર્ણપણે પ્રગટ કરવાની સર્વોચ્ચ અને સર્વમંગલકર ભાવના ઝળહળતી હોય છે.
ધર્મ-ચિંતન ૦ ૨૨૩