________________
નહિ, છે નહિ, હશે નહિ. | ‘આરાધના સમયે તે મહાકરણાને ખોળે બેસીને આરાધના કરવી જોઈએ. આરાધના સમયે લક્ષ્ય આંતરિક યોગ્યતાના પ્રગટીકરણ તરફ રહેવું જોઈએ, અયોગ્યતાના હાસ તરફ રહેવું જોઈએ.
શ્રીજિનેશ્વરદેવના દર્શને જવું તે પણ આરાધન ગણાય અને સામાયિકવ્રત ઉચ્ચરવું તે પણ આરાધના ગણાય.
શ્રીતીર્થંકરદેવપ્રરૂપિત નાનું-મોટું પ્રત્યેક અનુષ્ઠાન એટલે તેઓશ્રીની સર્વોચ્ચ ભાવનાની આરાધનાનું જ અંગ.
એવી અનુપમ આરાધના જરૂર આપણા આત્માની શક્તિને વધારે, સહજમળના બળને ઘટાડે અને સકળલોકમાં શ્રીજિનેશ્વર ભગવંતના શાસનનો જયજયકાર થાય.
આરાધના પ્રત્યેનો અભાવ, બહુ ઓછા સમયમાં વિરાધનાના પક્ષમાં ભળી જાય છે, એ આપણે કદીયે ન ભૂલવું જોઈએ.
લોક આખામાં આરાધનાનાં અજવાલાં રેલાવવાની ઉત્કૃષ્ટતમ ભાવનાનો અનુપમ સુયોગ કરાવનારા શાશ્વતમંત્ર શ્રીનવકારને પામ્યા પછી, વિરાધકભાવને પડખે ઊભા રહેવાનું આપણને મન થાય તે આપણા અને સહુના માટે ખૂબ જ શોચનીય ઘટના ગણાય.
વિરાધકભાવ, એટલે દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞા વિરુદ્ધની એ દિશામાં પ્રવૃત્તિશીલ રહેવાની જોરદાર વૃત્તિ.
આપણો ભાવ, ત્રિભુવનને દેવાધિદેવની સર્વજીવહિતકર ભાવના સાથે જોડે એવો જ હોવો જોઈએ. એવા અલૌકિક ભાવના પ્રભાવે જે પુણ્ય બંધાઈ જાય તે જરૂર સ્વ-પરને તારે.
દ્રવ્ય પ્રત્યેનો ભાવ, શ્રીજિનેશ્વર ભગવાનની “સર્વજીવહિતકર' ભાવનાની પ્રભાવનાની આડે આવે એવું કોઈ પગલું નહિ ભરવાના અમારા નિર્ધારને ભાગ્યશાળી આત્માઓની અનુમોદનાની અમાપ શક્તિ જરૂર વધુ સંગીનતા બક્ષશે એવી અમને શ્રદ્ધા છે.
ધર્મ-ચિંતન • ૨૧૯