________________
ચિત્તની સ્થિરતા ઉપર કષાય તેમ જ અશુભ કર્મોના હુમલા થતા હોય છે, તેના નિવારણ માટે જપની સાથે જ તપનો પણ સ્વીકાર અને પાલન હોવા જોઈએ. તેથી સાધકની ધર્મસાધના ઘણા અંતરાયોથી મુક્ત બનતી જાય છે.
નમસ્કાર કરતી વખતે પોતે નમસ્કારમાં ખોવાઈ જતો હોવાનો અનુભવ પોતાને થાય છે, એટલે આત્મસમભાવ એટલે શું તે પણ બરાબર સમજાય છે.
હવામાં તરવા માટે જેટલી અગત્યની પાંખો ગણાય છે, તેથીયે અધિક અગત્યનો છે નમસ્કારભાવ–ભવરૂપી મહાસાગરને તરવા માટે.
પાત્ર આત્માઓનો નમસ્કારભાવ, સહુને શ્રીનવકારને પાત્ર બનાવો ! નમસ્કારભાવ (૩)
પોતાને મનગમતી વસ્તુ બગડે તેનું જે દુઃખ માનવીને સાલે છે, તેવું જ દુઃખ તે પરને કષાયમાં નિમિત્તભૂત બનતાં અનુભવે તો કહી શકાય કે તેનામાં નમસ્કારભાવ ઉઘડી રહ્યો છે.
જીવના જીવત્વ કરતાં અધિક મૂલ્યવાન કોઈ પદાર્થ ત્રિભુવનમાં નથી.
એટલે પદાર્થના ભોગે જીવના જીવત્વનું બહુમાન કરવાની વૃત્તિ થવી એ પોતાને નમસ્કારભાવ સ્પર્ધ્યાની નિશાની છે.
પરિણામમાં પ્રગટેલો નમસ્કારભાવ માનવીને એ રીતે સન્માર્ગે દોરી જાય છે, જે રીતે દેખતો એક માનવબંધુ પ્રજ્ઞાચક્ષુ માનવીને સીધા માર્ગે દોરી જાય છે.
નમસ્કારભાવના સ્પર્શે સાધકને પોતાની અલ્પતાનું સચોટ ભાન થાય છે. શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોની મહાનતાનું દિવ્યદર્શન થાય છે.
એ દર્શનના પ્રભાવે સાધકને પોતાના પરિણામને પવિત્ર કરવાનું પોરસ છે.
એમ કે ‘મારા આરાધ્યદેવ આવા પૂર્ણ અને પવિત્ર અને તેમનો દાસ ‘એવો હું અંદરથી આવો અપૂર્ણ અને મેલોધેલો ?’
આ જાતની સમ્યક્ પરિણતિ સાધકના જીવનપ્રવાહને શ્રીજિનેશ્વરદેવની આજ્ઞા સાથે જોડે છે, જીવના હિતની ભાવના સાથે જોડે છે.
એ જોડાણમાં ગતિ વધે છે નમસ્કારભાવની ક્ષમતા અનુસાર.
જ્યારે સાધકનો પોતાનો ભાવ આત્મા ઉ૫૨થી ખસીને માત્ર ઇન્દ્રિયોના વિકારોની સેવામાં કેન્દ્રિત થાય છે અથવા તો ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગની વિચારધારામાં ઓતપ્રોત થાય છે, ત્યારે તે નમસ્કારભાવની ઉચ્ચ ભૂમિકાથી ભ્રષ્ટ બનીને પાપકર્મોના સર્જન કેન્દ્રરૂપ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની તળેટીમાં આવી
ધર્મ-ચિંતન ૦ ૨૦૧