________________
પહોંચે છે.
નમસ્કારભાવમાં ૨મણતા વધા૨વા માટે મન પ્રભુજીને સોંપી દેવું પડે અથવા તો એ મનમાં એનો ભાવ દિન-રાત પ્રકાશવો જોઈએ કે જેમાં સકળસત્ત્વહિતનું પરમપવિત્ર સંગીત ગૂંજતું હોય.
એવી ભૂમિકાના ઘડતર માટે વૃત્તિમાં સર્વના હિતનો ભાવ જોઈએ, પ્રવૃત્તિમાંથી તે ભાવની જ નાની-મોટી આવૃત્તિઓ બહાર પડવી જોઈએ.
શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને નમનારા મનમાં, સ્તવનારા વચનમાં કે સેવનારા તનમાં દુર્ભાવ કાયમને માટે ઘર કરીને રહે તે સર્વથા અજુગતું ગણાય.
સિપાઈના ઘરમાં ચોરને આશ્રય મળ્યા જેવી તે ઘટના ગણાય.
જે પુણ્યશાળીને શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રત્યે બહુમાન પ્રગટે. છે, તેને જીવના જીવત્વ પ્રત્યે બહુમાન ન પ્રગટે એવું કદીયે ન બને.
એ બહુમાન એ વાસ્તવમાં પોતાના આત્માનું જ બહુમાન છે. કારણ કે પોતે ૫૨ને જે ભાવપૂર્વક જોતો યા જાણતો થાય છે, તે મુજબની પોતાની ભૂમિકા હોવાનું સ્પષ્ટ નિદાન થઈ જાય છે.
જ્યારે નમસ્કારભાવની ભૂમિકા એ એક એવી ભૂમિકા છે કે જ્યાં સ્થિર બનેલો સાધક પોતાનું હૈયું સદાય ખુલ્લું રાખી શકે છે.
ખુલ્લા રહેતા એ હૈયામાં મહાસંતોની કરુણા ઝીલાય છે અને ઝીલાયેલી એ કરુણા પુનઃ જગતના જીવોના કલ્યાણમાર્ગમાં નિષ્કામભાવે સાર્થક થાય છે..
એવા સાધકને નથી સ્પર્શતું સ્વકર્તૃત્વાભિમાન કે નથી અડતો સ્વાર્થદોષ. આલોકનો રક્ષક અને પરલોકનો ભોમિયો બનીને નમસ્કારભાવ જીવનો મોટામાં મોટો ઉપકારી બની રહે છે.
ભાવ કાજે અશ્રુ વહાવવાં હોય તો શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના શરણે જવું અને તે ભાવને જરાય મેલો થવા દીધા સિવાય જાળવી રાખવો હોય તો તેનું સતત દાન જગતના બધા જીવોને કરવું. તે સિવાય ભાવને ગ્રહણ કરવાની પાત્રતા પૂરેપૂરી પ્રગટતી નથી અને તે પાત્રતાના અભાવે તેના દાનની પવિત્ર ક્ષમતા ટુંપાયેલી રહે છે.
સુગંધનું દાન, કુમળી કળી નહિ, પરંતુ પ્રફુલ્લ, સુંદર પુષ્પ જ કરી શકે, તેમ પરહિતના ભાવની આછી પણ વર્ષો નમસ્કારભાવથી ભીંજાયેલા પ્રાણો જ કરી શકે, નહિ કે તે ભાવને પોતાના ભવની (સ્વાર્થની) સેવામાં રોકી લેનારા ભાઈઓ !
પ્રભુના ભજનમાંથી જે ખુશ્બો પ્રગટે છે, તેમાંથી પણ નમસ્કારભાવના અમૃતનો ૨૦૨ ૭ ધર્મ-ચિંતન