________________
ભાવ, લોકકલ્યાણના મહારસાયણ તરીકે કામ કરે છે. * શ્રીજિનેશ્વરદેવની સર્વોચ્ચ ભાવનાને ભાવ આપવાથી જ “સ્વ” (ભવ)ની સામે -માથું ઊંચકવાની ઠરી ગયેલી આંતરિક ક્ષમતા સતેજ બને છે.
દિનરાત “સ્વ'ને ઓઢીને બેસી રહેવાથી દૃષ્ટિની સર્વમયતા ઝાંખી પડે છે. પછી તે દષ્ટિમાં પરના દુઃખને વાંચવા-વિચારવા જેટલી શક્તિ પણ રહેતી નથી.
આજે આપણામાં કેટલા અંશે “સ્વ” પોષકવૃત્તિ મોજૂદ છે અને કેટલા અંશે દેવાધિદેવની પરમકલ્યાણકર ભાવના, તેનું આપણે ન્યાયબુદ્ધિથી નિરીક્ષણ કરવું જ જોઈએ.
પાંચ કારણવાદ 'વિશ્વ ઉપર પ્રભુત્વ પાંચ સમવાયનું છે અને આ પાંચ સમવાય ઉપર પણ પ્રભુત્વ શુભ ભાવનું છે. ચતુઃ શરણગમનાદિ એ શુભભાવની આરાધનારૂપ છે. તેથી તે પાંચ સમવાય ઉપર પ્રભુત્વ ધરાવે છે.
વિશ્વ ઉપર કાબૂ મેળવવા માટે પોતાની જાત ઉપર કાબૂ મેળવવો જોઈએ. પોતાની જાત ઉપર કાબૂ મેળવવા માટે પોતાની પાંચ ઇન્દ્રિયો અને છઠું મન તેના ઉપર કાબૂ મેળવવો જોઈએ. ઇન્દ્રિયો અને મન ઉપર કાબૂ ત્યારે જ આવી શકે કે જ્યારે સર્વત્ર વિલસી રહેલી પંચ-સમવાયની શક્તિ વડે વિશ્વનું સંચાલન થઈ રહ્યું છે. એ વાત સ્પષ્ટ થાય. વિશ્વ સંચાલક એ પાંચ સમવાયો ઉપર જે શુભ ભાવનું પ્રભુત્વ છે, તે શુભ ભાવ કયો? ચતુશરણગમનાદિ વડે ઉત્પન્ન થતો શુભ ભાવ એ જ વિશ્વનો સંચાલકછે. એ ભાવની ઉત્પત્તિ શ્રી અરિહંતાદિના આલંબને છે, તેથી વિશ્વના સાચા પ્રભુશ્રી અરિહંતાદિ ગણાય છે. પાંચ સમવાય.નું તત્ત્વજ્ઞાન પણ તેમની જ દયા છે. સાધકને સર્વ પ્રકારના દોષોમાંથી મુક્ત કરાવનાર પાંચ સમવાયનું તત્ત્વજ્ઞાન છે.
એ તત્ત્વજ્ઞાન દર્શાવીને પ્રભુએ જીવોને, (૧) પુરુષકારના અહંકારી, (૨) ભાગ્યદેવના પૂજારી, (૩) કાળને પરાધીન, (૪) નિયતિના ગુલામ, (૫) સ્વભાવના દાસ થતા બચાવ્યા છે, તથા પ્રત્યેક કારણને તેના સ્થાને ઘટતો ન્યાય આપીને સદા પ્રસન્ન રહેતા શીખવ્યું છે. ચિત્તને સમત્વ ભાવની તાલીમ પાંચ કારણવાદથી મળે છે. જેમ-જેમ સમત્વભાવ વધે છે, તેમ તેમ કર્મક્ષય વધતો જાય છે. સમ્યક્ત સમત્વ ભાવરૂપ છે. વિરતિ અધિક સમત્વભાવને અને અપ્રમાદ ભાવને સૂચવે છે. એથી આગળ વધીને અકષાયતા અયોગિતાદિ ઉત્તરોત્તર અધિક-અધિક સમત્વ ભાવરૂપ હોવાથી અધિક-અધિક નિર્જરાના હેતુ છે.
ધર્મ-ચિંતન : ૨૧૫