________________
સહીને તેમની સાથે તથા પ્રકારના વ્યવહારને આચરવા અંશે અથવા સર્વથા પ્રતિજ્ઞાપૂર્વક પ્રયત્ન કરવો, તે. . આ પ્રકારની આરાધના શ્રીઅરિહંત પરમાત્માને પોતાના પરમ ઉપકારી અને પરમતારક નાથ તરીકે સ્વીકારીને ભજવાથી જ શક્ય બની શકે છે.
શ્રીઅરિહંતની ભક્તિના ધન્ય પ્રસંગે પોતાની શક્તિને લવલેશ પણ ગોપવવાથી નમસ્કારનો ભાવ ઢીલો પડે છે અને વૃત્તિ ઐહિક લાલસા તરફ ઢળવા માંડે છે. જેના કારણે પરમ ઉપકારી પરમાત્માની ભક્તિના પ્રકાશને કૃતજ્ઞતાનો કાળો ડાઘ અડે છે, જેને ધોઈ નાખવા માટે જીવને ચાર ગતિની અતિ આકરી સજા સહન કરવી પડે છે.
- શ્રીઅરિહંતાદિ ભગવંતોને પોતાના પ્રાણોથીયે અધિક પ્યારા ગણવાનો ભાવ ખરેખર ત્યારે જાગૃત થાય છે, જયારે આપણે, આપણા ઉપરના તેમના અસીમ ઉપકારોને ત્રિવિધ નમસ્કાર કરતા થઈએ છીએ.
એ ત્રિવિધ નમસ્કારમાં નમનારનો ઊંડામાં ઊંડો કૃતજ્ઞભાવ વ્યક્ત થવો જોઈએ.
અને તો જ ધર્મના જયનો મહાઘોષ આપણા રોમ-રોમમાં વ્યાપક બની શકે, આપણી સમગ્રતાને ભીંજવી શકે, આપણા અધ્યવસાયને આત્માની અનંત શક્તિ સાથે એકરસ બનાવી શકે.
ધર્મના જયમાં જ પોતાનો જય જોનારા-જાણનારા આત્મા, અધર્મીમાં અધર્મી આત્મામાં રહેલા સંદ્ અંશને માનસિક પ્રણામ કરતાં કદીયે સહેજ પણ ખટકો કે ખેંચ ન અનુભવો !
જ્ઞાન-ભક્તિની એકતા જેની અશુભમાં પ્રવૃત્તિ નથી અને શુભમાં અહંકાર નથી, એ જીતી જવાનો અને એ શુભ અશુભ મારામાં છે જ નહિ, તેમ જ એવું સ્વરૂપ દરેકનું છે. એવો નિશ્ચય દેઢ થતો જવો એ સાધના છે.
સુ =સર (To Move) મતલબ કે સંસાર એટલે સર્યા જવું. જ્યાં સ્થિરતા નહિ તે.
જ્યાં સુધી શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ છે, ત્યાં સુધી સાક્ષી તરીકે એ બધાની પાછળ આત્મા રહેલો જ છે. એમાં દઢતા થયા કરે, કે એ મારું જ અસલ સ્વરૂપ છે અને એમાં અહંતા થયા કરે કે, “એ હું જ છું.” તો બધી જ નિર્બળતાઓ ઓસરી જાય. - સંસારને ભૂલવામાં શાંતિ છે. જેનાથી જે રીતે ભૂલાય, તેને માટે તે ધર્મ છે. સમજીને થાય તો મિથ્યાચાર થવાનો સંભવ નથી.
- જ્ઞાન ભક્તિભીનું થઈ ક્રિયાત્મક થાય, ત્યારે સંપૂર્ણ યોગ બને છે. ભક્તિ જ્ઞાનાત્મક થઈ, ક્રિયાત્મક થવી જોઈએ અને ક્રિયા ભક્તિભીની થઈ જ્ઞાનાત્મક થવી જોઈએ.
ધર્મ-ચિંતન ૨૧૩