________________
પોતાને કોઈ પ્રતિકૂળ થાય તેનું દુ:ખ જે રીતે પોતાને સાલે છે, તે જ રીતે પોતે સ્વાર્થને વશ થઈને કોઈને પણ પ્રતિકૂળ બને તેનું દુઃખ સાલવા માંડે છે, એટલે સાનુકૂળતા ઘર શોધતી આવે છે.
પ્રતિકૂળતાને પડકારવા માટે સર્વપ્રથમ પોતાના સ્વાર્થને પડકારવો જોઈએ. મોહને પડકારવો જોઈએ. અજ્ઞાનને પડકારવું જોઈએ.
તો જ સાનુકૂળતા પોતાની થાય ને પોતે સહુને સાનુકૂળ થાય.
પરને પોતાના હૃદયમાં ઊંચા સ્થાને બેસાડવા માટે અનંતકરુણાસાગર શ્રીઅરિહંત પરમાત્માને પોતાના હૃદયના સિંહાસન ઉપર બિરાજમાન કરવા જોઈએ.
જેમના હૃદયમાં પ્રભુજી માટે ઊંચામાં ઊંચું સ્થાન હોય છે, તેમના જીવનમાં પરને પ્રતિકૂળ ન બનવાનો ઉપયોગ સહેજે રહે છે.
આવા ઉપયોગપૂર્ણ જીવનમાંથી પરહિતપરાયણતાનો પવિત્ર પ્રકાશ સર્વત્ર વિસ્તરે છે. '
સાચી ખેતી
આપણે જેટલા ઉચ્ચગામી થઈએ તેટલું જગત પણ ઉર્ધ્વતાના માર્ગે આગળ વધે છે. એ અર્દશ્ય સહાય જેવી તેવી નથી. એ સેવા ઓછી નથી. આપણા દરેક કર્મમાં આપણને આ સત્ય-દર્શનનો અનુભવ થવો જોઈએ.
વાંચન કરતાં Practice અમલમાં વધારે સમય ગળાય તો આનંદ વધુ મળ્યા કરે. વાંચવું એટલે પૂરતું કે - શંકાનું સમાધાન થાય. ચિત્ત આડું-અવળું ભટકતું હોય તો ઠેકાણે રહે.
-
બધા Practice (આચરણ) કરી શકતા નથી. માટે વાંચનની જરૂર છે. એમ કરતાં કરતાં દઢતા આવે છે. વિચાર કરતાં મન કંટાળે ત્યારે જપ કરીએ. જપ કરતાં કંટાળે ત્યારે સ્તોત્ર બોલીએ. તે કરતાં પણ કંટાળીએ ત્યારે સેવા કરીએ અને મળેલ તનને સાર્થક કરીએ.
આ રીતે ચિત્તને સંસારમાંથી ઉપાડી પરમાત્મામાં વાવવું તે સાચી ખેતી છે.
૨૦૬ ૦ ધર્મ-ચિંતન