________________
કાયરતા છોડીએ
- કર્મ નચાવે તેમ નાચવું” એ વાત ધર્મના શરણાગતની જીવાનને લજવે છે, મનને લજવે છે, ભવ્ય કુલપરંપરા અને સંસ્કારને લજવે છે.
મદારી ભલે માંકડાને નચાવી જાણતો હોય, સો અવતારે પણ તે વનરાજને નચાવવાની લાયકાત ન કેળવી શકે.
કર્મના નચાવ્યા નાચે તે કાયર.
પાંગળો પર્વત ઓળંગી શકે. પણ કાયર કદીયે સ્વાર્થરૂપી પોતાના ઉંબરાથી એક ડગલું પણ આગળ ન વધી શકે.
પવનના અભાવે ધગધગતા અંગારા ઉપર રાખ વળી જાય છે, તેમ શુભભાવ અને સમ્પ્રવૃત્તિના અભાવે જીવનમાં જડતા અને મોહ વધી જાય છે.
વધતી જતી તે જડતા ચેતનામય સુસંસ્કારો તેમ જ સંવેદનોને ઝીલવામાં નિષ્ફળ જાય છે. તે નિષ્ફળતા માનવના અત્યંત કિમતી ભવને નિરર્થક બનાવે છે.
પદાર્થોના પુંજમાં પોતાને જોવો, પોતાના સુખને જોવું તે પણ એક પ્રકારની જડતા-નિર્માલ્યતા છે.
આ પ્રકારની જડતા આગળ વધીને જીવના કટ્ટર દ્વેષમાં પરિણમે છે. શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાની પવિત્ર વાત સાંભળીને ભડકી ઉઠે છે. જાણે કે મોટરનું હોર્ન , સાંભળીને ભડકતી ભેંસ.
ભેંસને ભલે કાદવનો ખોળો ખૂંદવો ગમતો હોય, આપણા મનોરથ દેવાધિદેવની પરમતારક આજ્ઞાના ખોળે રમવાના જ હોવા જોઈએ.
પોતે કાયર છે, નમાલો છે, સ્વાર્થી છે,’ એવાં-એવાં અનેક વિશેષણો કોઈ પોતાના માટે વાપરે તેનો પ્રત્યાઘાત પણ જેને જાગૃત ન બનાવી શકે તેને અત્યંત દુ:ખદાયી ભવસ્થિતિ કઈ રીતે સ્પર્શશે ? એ સ્થિતિના સ્પર્શ સિવાય આત્મામાં સ્થિર બનવાનું તેમ જ પરમાત્માના શરણે જવાનું સત્ત્વ ભાગ્યે જ પ્રગટે છે.
કાયર ન પોતાનું રક્ષણ કરી શકે, ન પોતાના આશ્રિતોનું. કાયરતાની વૃદ્ધિ, જગતમાં જુલ્મગારોને વધારનારી સાબિત થઈ છે.
ધર્મ-ચિંતન : ૨૦૭