________________
વાતાવરણ બંધાય છે.
પરના ઉપકારનો ભાર ઉંચકવામાં અહંકાર સદાય આડે આવતો હોય છે. '
દેવાધિદેવના અચિંત્ય પ્રભાવની અસર સામે પોતાની જાતને બરાબર બેસાડવાથી એ અહંકાર અલોપ થવા માંડે છે.
અહં ઓગળે છે એ પ્રભાવના સ્વભાવે. આપણું કામ તે દિશામાં આપણી જાતને બરાબર ગોઠવવાનું છે.
સારું અને શ્રેયસ્કર સઘળું દેવ-ગુરુ-ધર્મના પસાયને સમર્પિત થાય અને ખોટું સઘળું પોતાના શિરે ઓઢી લેવાય તો અહં જરૂર અલોપ થાય અને નમ્રતા જીવનને સ્પર્શે.
પ્રત્યેક સમયે નવતર જીવનને પાત્ર બનાવનારી નમ્રતા સિવાય જીવન ઉપર જગત આખાના ઋણનો ભાર વધે છે.
જે ઉતારવાનો એક માત્ર માર્ગ છે, નમસ્કાર–રતિ. સહુની મતિ તેમાં ગતિ કરો !
પ્રાર્થના પ્રાર્થનાથી જ ઇષ્ટ સિદ્ધિ થાય. इत्थ मेव इष्टफल सिद्धिः ॥
જ્યાં ઇષ્ટદેવ આગળ પ્રાર્થના નથી, ત્યાં ઘમંડ, સ્વશક્તિનો ખોટો વિશ્વાસ છે. ઇષ્ટદેવની કૃપા સંપાદન કર્યા વિના કોઈ સિદ્ધ થઈ શકે જ નહિ..
શ્રી ગણધર ભગવંતો પણ “નમોત્થણ” કહીને સામર્થ્ય યોગનો નમસ્કાર મેળવવા પ્રાર્થના કરતાં જ રહે છે. તે ખરેખર ઉપાય સમજીને જ. સ્વયં દ્વાદશાંગી રચનારા મહાપુરુષો પણ સમજે જ છે કે પ્રાર્થનાથી જ ઈષ્ટ સિદ્ધ થાય.
પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર પ્રાર્થના સહિત હોવો જોઈએ. પરમેષ્ઠી ભગવંતોના જે ગુણોની પ્રશંસા કરાય, તે ગુણોને પામવાની અભિલાષા સહિત જ હોવો જોઈએ.
૨૧૦૦ ધર્મ-ચિંતન