________________
જ્યારે પણ પોતાના ચિત્તને દુર્ભાવની સોબત ગમે, વિષયોના રસનું ચિંતન ગમે ત્યારે સમજવું કે, નમસ્કારભાવ પોતાને હજુ સ્પર્શો નથી. નમસ્કારભાવના સ્પર્શ પછી, - સતી સ્ત્રીને પરપુરુષનો માત્ર વિચાર પણ મુદ્દલ ન રુચે, તેમ સાધકને વિષય-કષાયની ભયાનક આગને વધારનારા સાનુકૂળ યા પ્રતિકૂળ સંયોગો મુદ્દલ બંધબેસતા ન થાય. તેને એમ જ લાગે કે, ‘આ બધા વિષયોને માટે મારો જન્મ નથી, મારો જન્મ તો આત્માના ગુણોને ખીલવવા માટે છે. તે ગુણોને ખીલવવા માટે મારે અનંત ગુણનિધાન શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની યાદમાં મારા જીવનની પ્રત્યેક ક્ષણને સાર્થક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.’
પોતાનું ચિત્ત આત્માના હિત અને પરમાત્માની આજ્ઞા સિવાયના પદાર્થને નમવા પ્રેરાય તેની સાથે શત્રુના હુમલા સમયે સાબદા બનતા અટકી વીરની જેમ સાધક પોતે અનંતશક્તિનિધાન શ્રીનવકારના શરણે જાય.
દુષ્કર્મોની સેના સામે ઝૂઝવા માટે—‘શ્રીનવકારથી વધુ ચઢીયાતું કોઈ શસ્ત્ર ત્રિભુવનમાં છે નહિ.' એવા શાસ્રવચનમાં અતૂટ શ્રદ્ધા સાથે તે (સાધક) પોતાના મનવચન-કાયાને નમસ્કારભાવવશવર્તી બનાવવાનો પૂરતો પુરુષાર્થ ખેડે.
તો જ પરમપુરુષના માર્ગ ઉપર ચાલવાની પાત્રતાનો વિકાસ થાય.
એ પાત્રતાના વિકાસનું મૂળ છે નમસ્કારભાવ. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમવાના ભાવનું પ્રાકટ્ય ઘણું અઘરું છે. જેટલું અઘરું તે ભાવપ્રાકટ્ય છે. તેથી પણ વિશેષ અઘરું તેનું સ્થિરીકરણ છે.
ઊંડા ખાડાને પૂરવા માટે તેમાં ઘણું પૂરણ ધરબવું પડે, તેમ પ્રભુજીની આજ્ઞા વિરુદ્ધના દુષ્કૃત્યોના સેવનથી બંધાયેલા અશુભ કર્મોના કારણે પોતાના સ્વભાવભૂત જેવા બની ગયેલા અહંભાવને નિર્મૂળ ક૨વા માટે પરિણામને સેંકડો—હજારો–લાખો અને કરોડો શ્રીનવકા૨થી વાસિત કરવું પડે.
તે સિવાય એકાએક નમસ્કારભાવ આવી જતો નથી.
નમસ્કારભાવનું આવી જવું એટલે શ્રીનવકારનો જાપ કરતી વખતે તેના સ્વભાવનો પોતાને અનુભવ–સ્પર્શ થવો તે.
જીવને શિવપદનો અધિકારી બનાવવો એ છે શ્રીનવકારનો સ્વભાવ.
એવા શ્રીનવકારના અક્ષરોમાં ચિત્ત એકતાન બનતું જાય છે, તેમ તેમ સાધકમાં નવચેતના પ્રગટે છે.
તે નવચેતના એ સાધકના આત્મપ્રદેશોમાં શ્રીનવકારના આંદોલનોના પ્રભાવે
ધર્મ-ચિંતન ૦ ૧૯૯