________________
નમસ્કારભાવ
નમસ્કાર–નમસ્કાર–નમસ્કાર. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને વાર-વાર નમસ્કાર. નમસ્કાર શા માટે ?
એટલા માટે કે જીવતત્ત્વના તિરસ્કારની વૃત્તિનો એક અંશ પણ તેઓશ્રીના આત્મપ્રદેશમાં હોતો નથી.
વિષય-કષાય સેવવા જેવા લાગે તે દશામાં, જીવને, જીવ પ્રત્યે પવિત્ર ભાવજીવના જીવત્વ પ્રત્યે આદરભાવ ભાગ્યે જ જાગે છે.
એ આદરભાવને જગાડવાનો નમસ્કારભાવ એ અજોડ ઉપાય છે.
શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને વિધિ-નિષ્ઠાપૂર્વક નમસ્કાર કરવાથી, નમસ્કાર કરનારના ચિત્તમાં જે નિર્મળતા અને પ્રસન્નતા જન્મે છે, તેની તેના બધા પ્રાણોને અસર થાય છે. એ અસરના પ્રભાવે ઇન્દ્રિયોનું વિષયો પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. વિષયો પ્રત્યેનું આકર્ષણ ઘટવાથી કષાયવૃદ્ધિનાં ઘણાં કારણો દૂર થાય છે. કષાયવૃદ્ધિનાં કારણો ઓછાં થવાથી સાધકને સતાવનારાં અશુભ કર્મોની શક્તિ મંદ પડે છે. અશુભ કર્મોની મંદતા દરમ્યાન મૈયાદિ ભાવનાઓ ખૂબ જ ઓછા પ્રયત્ન હુરે છે. મૈયાદિ ભાવનાઓથી પ્રસન્ન ચિત્ત ઉપર “નમો અરિહંતાણં,” “નમો સિદ્ધાણી વગેરે પદોના જાપની ઊંડી અસર પહોંચે છે.
એ અસરના પ્રભાવે સાધક પોતે, શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાના પાલનમાંભવસાગરથી તરવાના સર્વોત્તમ ઉપાયના દર્શન કરે છે. એ આજ્ઞા મુજબના વર્તનથી સાધક પોતે વૈરાગ્યદશાને અધિક પાત્ર બનતો જાય છે. વૈરાગ્યદશાને કારણે તેના પરિણામમાં અધિક સ્થિરતા અને પવિત્રતા પ્રગટે છે. તે સ્થિરતાવડે તે ધ્યાનને લાયક બને છે, પવિત્રતાવડે આત્મસમભાવની ભૂમિકાનો અધિકારી બને છે.
પોતે જેને નમે છે તે ભગવંતોની શક્તિના અચિંત્ય પ્રભાવે સાધકના તન, મન ને વચનમાં અભુત પવિત્રતા સંચરે છે.
એ પવિત્રતાના તાપમાં સાધકમાં રહેલો અહંભાવ ઓગળે છે અને નમસ્કારભાવ વિકસે છે.
અગ્નિના સંયોગ સિવાય, સુવર્ણ નવો ઘાટ ન ધારણ કરી શકે તેમ નમસ્કારભાવની સમ્યફ પરિણતિ સિવાય જીવ, શિવપદની દિશામાં એકધ્યાન ન બની શકે.
૧૯૮૦ ધર્મ-ચિંતન