________________
* આરાધકનું હૈયું, આરાધ્યની ભાવનાના સાંગોપાંગ જતન કાજે દિનરાત ઉદ્યમશીલ રહે.
તે ભાવના એટલે સર્વજીવહિતવત્સલતા. शिवमस्तु सर्वजगतः આ પંક્તિમાં મહાસંતોનું હૃદય ધબકે છે.
હૃદય જેમ જેમ આ પંક્તિને ઓળખતું થાય છે તેમ તેમ મહાસંતોના હૃદયની વાત, કશા પણ સંદેહ સિવાય હૃદયમાં ઉતરે છે.
આત્મભાવના મહારસાયણમાં બરાબર ઘુંટાઈને પ્રગટેલી ઉક્ત પંક્તિ, જીવનને મિથ્યાભાવ'ના વળગાડથી મુક્ત કરે છે. જીવ પ્રત્યેના જીવના પરમમૈત્રીભાવને વ્યક્ત કરે છે.
જગતના કોઈ જીવનું અકલ્યાણ ન થાઓ એવી ભાવના ભાવવી તે જગતના બધા જીવો આપણા ભાવ-સગા છે તે હકીકતનું આપણને વારંવાર ભાવ કરાવે છે. આ જગતના બધા જીવોના કલ્યાણને ભાવ આપવો તે આપણા સર્વોચ્ચ હિતને સતતપણે ભાવ આપી રહેલા શ્રીઅરિહંત પરમાત્માના સર્વોચ્ચ નિર્મળ આત્માના સ્વભાવને ભાવપૂર્વકનો નમસ્કાર છે.
' આ પવિત્ર ભાવનામાં જેનું મન નિયમિત સ્નાન કરે છે તેને કેવળ સ્વાર્થના ગંદા ખાબોચીયામાં એક અંગૂઠો ઝબોળતાં પણ કમકમાટી છૂટે છે. આંખે અંધારાં આવી જાય છે.
આ ભાવના, જીવનમાં બરાબર સ્થાન પામે છે એટલે શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર આજ્ઞાને સમજવા તેમ જ અંગીકાર કરવાની આંતરિક લાયકાત વધે છે.
- આંતરિક લાયકાત વધે એટલે “સ્વ” અને “પર' વચ્ચેનો માનસિક આંતરો ઘટવા માંડે. માનસિક આંતરો ઘટે એટલે પરહિતચિંતા સ્વાભાવિક બને, પરમહિતચિંતાની સ્વાભાવિકતાવાળા જીવન ઉપર અહિતકર નિમિત્તોના જોરદાર હુમલા પણ નિષ્ફળ થાય છે.
મતલબ કે જે પોતાના હિતની ચિંતાનો ભાર બધે એકસરખો પાથરી દઈ શકે છે તેનો આત્મવિકાસ બહુ ઝડપે થાય છે.
પોતે એકલો પોતાની ચિંતા કરે તે સર્વના હિતની ચિંતામાં સહજ રીતે સજાગ અને સક્રિય સંતો અને મહાસંતોની સંજીવનીતુલ્ય મહાકરુણાનો અપલાપ છે.
બધાના કલ્યાણની ભાવનાનું રસાયણ, બધાના હિતની ચિંતાને લાયકના
ધર્મ-ચિંતન • ૧૮૩