________________
પોતે જ ધર્મક્રિયામાં જોડાય છે, તેનું ફરમાન સ્વયં શ્રીઅરિહંત પરમાત્માએ કર્યું છે, એવો ભાવ જો તે–તે ક્રિયા સાથેના પોતાના જોડાણ સમયે બરાબર જળવાઈ રહે તો નાની કે મોટી તે ક્રિયા દ્વારા જરૂર “પરહિતપરાયણતા'નો ભાવ ઉદ્દીપન થાય.
કારણ કે પ્રભુજીની આજ્ઞાના મૂળમાં તે ભાવ સ્વભાવરૂપે–ગોળમાં રહેલા ગળપણની જેમ-રહેલો હોય છે, પણ તે સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રકારનો હોવાથી સાધકે તેને પામવા માટે તે ભૂમિકા સુધી પહોંચવું પડે. અને તે ભૂમિકાએ પહોંચવાનો ઉપયોગપૂર્વકની ક્રિયા સિવાય બીજો વધુ સરળ માર્ગ કોઈ જ નથી.
કષાયને નિષ્ક્રિય બનાવવામાં તેમ જ શુભભાવને સક્રિય બનાવવામાં અથવા તો પ્રભુભજનની ભૂખ લગાડવામાં પોતે પ્રભુજીને ભેટી રહ્યો છે તેવા ભાવપૂર્વક પ્રભુજીની આજ્ઞા મુજબની ક્રિયામાં ઓતપ્રોત બનવું એ સ્વ-પરકલ્યાણનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે.
આવો ભાવસંબંધ ત્યારે બંધાય છે, જયારે ધર્મક્રિયા સમયે આપણું મન પ્રભુજીના ભાવનું જ દિવ્યતન બનવા માટેનો તીવ્ર તલસાટ દાખવવા માંડે છે.
આત્મ નિવેદન ભક્તિ ભક્તિથી ત્યાગ, વૈરાગ્ય સુલભ બને છે. જે પ્રાપ્ત કરવાનું છે, તે તો ભગવાન માટે ઉત્કટ પ્રેમ છે. વૈરાગ્યને તીવ્ર બનાવવાથી પ્રભુ પર પ્રિતી વધે છે અને પ્રભુ પર પ્રીતિ વધવાથી પ્રભુનો અનુગ્રહ થાય છે.
હરેરનુગ્રહાત્ તસ્વરૂપાવગતો મોક્ષ . આ અનુગ્રહ શરણાગતિથી આવે છે. તેના છ પ્રકાર છે :
(૧) અનુકૂળતાનો સંકલ્પ, (૨) પ્રતિકૂળતાનું વિસર્જન, (૩) અસહાયતાનું પ્રગટન, (૪) સંરક્ષણનો વિશ્વાસ, (૫) આત્માનું સમર્પણ, (૬) સન્માનનું દાન - નિીતાન્ત દીનતા - દાસ્ય ભક્તિ સર્વશ્રેષ્ઠ છે.
સત્નો અંશ જડ જગતમાં જડે. સત્ અને ચિત્તનો અંશ જીવ જગતમાં જડે. સત, ચિતું અને આનંદનો અંશ પામવા માટે મનુષ્ય જન્મમાં મથવાનું છે.
એ માટે ઇચ્છા, યત્ન અને અનુગ્રહ ત્રણે જરૂરી છે. દાસ્યભક્તિમાં દેહ, ઇન્દ્રીય, પ્રાણ, અંતઃકરણ અને આત્માનું નિવેદન છે.
ધર્મ-ચિંતન ૧લ્પ