________________
' પોતા પ્રત્યેના રાગના સદંતર ત્યાગ માટે શ્રીવીતરાગદેવની ભક્તિ છે જગતના સર્વ જીવો તરફના ભાવના પૂર્ણવિકાસ માટે શ્રીવીતરાગદેવની ભક્તિ છે.
શ્રીવીતરાગની ભક્તિ, પોતા પ્રત્યેના રાગનો ક્ષય કરે છે, પર પ્રત્યેના દ્વેષનો ક્ષય કરે છે. કારણ કે એ બેમાંથી એક પણ દોષનો અંશ પણ શ્રીવીતરાગ પરમાત્મામાં હોતો નથી. - રાગનો ક્ષય, વૈરાગ્યમાં પરિણમે. વૈરાગ્યનો વિકાસ પર પ્રત્યેના શુભભાવથી થાય.
શ્રીઅરિહંતના સર્વોચ્ચતારકભાવનું સકળ સામર્થ્ય તેઓશ્રીને ત્રિવિધ સમર્પિત થયેલા સત્ત્વશાળી આત્મામાં પ્રગટે છે.
એવી અનુપમ ભક્તિનો ઉજજવળ ભાવ આપણા જીવનમાં જાગો !
નિર્વિચારતાની અનુભૂતિ
મનુષ્ય જેની ખોજ કરે છે, તે બહાર નથી, પણ તેની અંદર જ છે. એ વસ્તુની ખોજ કરવાની રહેતી નથી. કારણ કે તમે એને કદી ખોઈ નથી, કે તમે તેને કદી ખોવાના નથી. કારણ કે એ છે તો તમારું અસ્તિત્વ છે.
- સભ્ય એક જ છે અને તેની અનુભૂતિ પણ એક જ છે. જે એને જાણવા ઇચ્છે છે, તેણે બીજી અનેક ધારણાઓ અને કલ્પનાઓ છોડી દેવી પડે છે. સત્યની કોઈ કલ્પના કરવાની હોતી નથી.
સત્યની ખોજમાં અજ્ઞાન જેમ વિન્ન કરે છે, તેમ મિથ્યાજ્ઞાન પણ વિદ્ધ કરે છે. પાંડિત્ય, શાસ્ત્રજ્ઞાન ન જાણવા છતાં હું જાણું છું, એવી ચિત્તની દશા. આ બધું જ સત્યાનુભવમાં બાધાકાર નીવડે છે. એટલા માટે સત્યની ખોજ કરનારાઓએ એ બધામાંથી મુક્ત થવાની પ્રથમ જરૂર છે.
ધ્યાન પણ ચિત્તની એક અવસ્થા છે. જ્યારે એ અવસ્થાનો અનુભવ થાય છે, ત્યારે ત્યાં ખરાપણાનો નહિ, પણ હોવાપણાનો ભાવ હોય છે અને એક પ્રકારની એ નિર્વિચારતામાંથી આત્માની અનંત શક્તિઓ પેદા થાય છે.
ધર્મ-ચિંતન ૧૮૭