________________
કૃતજ્ઞતા
કૃતજ્ઞતા છે આત્મવિકાસનું મૂળ.
તે જાય કે ભૂલાય એટલે જીવતર ધૂળ.
એ જાય ક્યારે ? ભૂલાય ક્યારે ?
અહંનું પ્રાબલ્ય વધે ત્યારે.
અહંનું પ્રાબલ્ય વધે ક્યારે ?
જ્યારે પરના ઉપકારને આવકારવા અને અંગીકાર કરવા જેટલી નમ્રતા ન (પ્રગટી) હોય ત્યારે.
એ નમ્રતા રહે ક્યાં ?
પરિણામમાં.
જે સત્ત્વશાળીના ચિત્તમાં તેનો વાસ હોય છે, તેની સમગ્રતામાં તેની સુવાસ હોય છે.
એ સુવાસની ભાષાને જીવતી જાગતી કૃતજ્ઞતા કહેવાય.
જ્યાં આવી કૃતજ્ઞતા હોય ત્યાં પરોપકારરસિકતા પણ હોય જ. કારણ કે કૃતજ્ઞતા એ જ પરોપકારપરાયણતાનું બીજ છે.
પરના ઉપકારનો સ્વીકાર કરવો એ કૃતજ્ઞતાનું પ્રથમ લક્ષણ છે. જ્યાં ઉપકારનો
સ્વીકાર હોય ત્યાં સ્વાભાવિકપણે અહંનો ઇન્કાર પણ હોય.
પરના ઉપકારનો સ્વીકાર એટલે ચૈતન્યતત્ત્વનો પક્ષપાત.
પ્રભુના સ્વાભાવિક અનંત ઉપકારના હૃદયપૂર્વકના સ્વીકાર' પછી પરના ઉપકારના સ્વીકારરૂપ કૃતજ્ઞીપણું જીવનમાં જાગે છે.
પ્રભુના ઉપકાર હૃદયમાં વસે છે એટલે કૃતઘ્નીપણાના મૂળરૂપ અહંભાવ ચોરપગલે નાસવા માંડે છે અને તેના સ્થાને નમસ્કારભાવનો કલ્યાણકર પ્રકાશ પ્રગટે છે.
મતલબ કે મને પરમાં ઉપકારિતાનું દર્શન ન થાય, ત્યાં સુધી મારાં પરિણામ અહંભાવના પક્ષમાં ભળેલાં છે એમ કહી શકાય.
અહંભાવનો પક્ષ એટલે જન્મ, જરા અને મૃત્યુનો પક્ષ.
અહંભાવના પક્ષમાં ઢળાય એટલે ચારગતિના દુઃખનો પક્ષ થઈ જ જાય. ‘જગતના બધા જીવો મારા ઉપકારી છે,' એવી યથાર્થ સમજ સિવાય, સાચી
૧૯૦ ૭ ધર્મ-ચિંતન