________________
નાના-મોટા નિયમો અને અનુષ્ઠાનો સિવાય, આત્મભાવનું કેન્દ્રીકરણ ઘણી વાર જોખમમાં મૂકાઈ જાય છે, તેમ જ આરાધક પોતે પણ ક્યારેક બહિર્ભાવની લપસણી ભૂમિમાં મનનાં પરિણામને ગંદા કરી મૂકે છે.
જે સોનામાં બીજી ધાતુઓનું મિશ્રણ હોય છે તે ઓછા કસવાળું સોનું કહેવાય છે, તેમ જ તેનો ભાવ પણ તે પ્રમાણે ઉપજે છે, તેમ આપણા આત્માના ભાવમાં જેટલા પ્રમાણમાં વિષય અને કષાયના વિષાણુઓનું મિશ્રણ હોય છે તે મુજબ તેની અસર ફેલાય છે અને મૂલ્ય અંકાય છે.
પોટીસથી ગૂમડું પાકે છે તેમ ભાવથી ભવ પાકે છે.
કાળને પકવનારી, આત્મભાવથી, અધિક શ્રેષ્ઠ બીજી કોઈ ઔષધી ત્રણ લોકમાં
નથી.
તે ભાવ જ્યારે દેવાધિદેવ શ્રીતીર્થંકર પરમાત્માની ત્રિભુવનક્ષેમંકર ભાવનાનું આલંબન પામીને સક્રિય બને છે, ત્યારે એક એક ક્ષણમાં સેંકડો ભવોની મજલ કાપી નાખે છે.
એવા ભાવના મહાકેન્દ્રો તે શ્રીનવકાર અને સામાયિક.
શ્રીનવકાર, આત્માને પોતાની અસલ દશાની લગની લગાડે છે.
સામાયિક, આત્માને એના મૂળ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરે છે.
આરાધકની વાત
હું એકલો નથી.
મારું કુટુંબ ઘણું મોટું છે.
મને તે બધાંના શુભની ચિંતામાં ભાગ્યે જ મારી જાત યાદ આવે છે.
એવી નવરાશ શા કામની જે મને મારા એકલાના વિચારની નબળી પળ પૂરી
પાડે?
મારા એકલાનો વિચાર કરતી વખતે, ‘હું ખરેખર કોનો વિચાર કરું છું ?' એટલું પણ જો હું ન સમજી શકું તો હું નિરોગી મનવાળો માણસ ન ગણાઉં.
આંખો જ્યારે પોતાને જ જોવાનો પ્રયાસ કરે છે ત્યારે કોઈનેય જોઈ શકતી નથી, તેમ માણસ જ્યારે કેવળ પોતાનો જ વિચાર કરે છે ત્યારે તત્ત્વતઃ કશો મૂળભૂત વિચાર કરી શકતો નથી.
મારા જીવનમાં રાજરાજેશ્વર શ્રીનવકા૨ની વિધિપૂર્વકની પધરામણી પછી, હું નથી જગતના જીવોને ભૂલી શકતો, નથી એકલો પડીને મારા એકલાનો વેવલો વિચાર ધર્મ-ચિંતન – ૧૮૧