________________
એવો જેમનો પુણ્યોદય છે તેમની આરાધનામાંથી સર્વ શ્રેયસ્કરભાવ પ્રગટે એ સ્વાભાવિક ગણાય. એ ભાવમાં રહેલી પ્રભાવકશક્તિ, મંદ પુણ્યોદયવાળા જીવોને ઘણું મોટું આલંબન પૂરું પાડે છે.
આરાધકના મનમાંથી ‘જીવવિચાર' ખસી જાય છે ત્યારે તે ભાવથી ખૂબ જ નાનો અને રંક બની જાય છે.
‘વિશ્વમૈત્રીભાવ’ એ જ આરાધકનું હૃદય ગણાય એવું જેનું હૃદય હોય તેનું મન જરૂર શ્રીનવકા૨નું ઘર બની શકે.
અને જ્યાં શ્રીનવકા૨નો વાસ હોય, ત્યાં સદા સર્વમંગલમય ભાવની સુવાસ
હોય.
અમંગલને નિમિત્ત ત્યારે મળે છે જ્યારે જીવ, જીવના હિતને ગૌણ કરીને અથવા અવગણીને પોતાના સ્વાર્થની સેવામાં પરોવાય છે.
એટલે જ જગતના સર્વજીવોના સર્વોચ્ચ હિતથી અલગ સ્વહિતનો જેમને વિચાર પણ આવતો નથી એવા શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને મન સમર્પિત કરવાથી સર્વ મંગલો આપણને આધીન બની જાય છે.
નમસ્કારભાવથી અલગ પડેલા મન અને તેના ધારની, ભયાનક અટવીમાં પોતાની માતાથી વિખુટા પડેલા બાળક કરતાં પણ—વધુ કફોડી દશા થાય છે.
પોતાના જ વિચારમાં ઓતપ્રોત રહેતા મનનું, જગતના સર્વ જીવોના કલ્યાણને ભાવ આપી રહેલા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને દાન કરવાથી જગતના સર્વ જીવો સાથેનો આપણો ભાવ સંબંધ અધિક શુદ્ધ, સક્રિય અને જીવંત બને છે. આપણી, સમગ્રતામાંથી સર્વાત્મભાવ પ્રગટવા માંડે છે. આપણું જીવન, એ શ્રીજિનેશ્વર ભગવાનના પરમતારક શાસનની પ્રભાવનાનું નાનકડું છતાં જીવંત કેન્દ્ર બની રહે છે.
શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને સમર્પિત થયેલા મનમાંથી જે વિચાર જન્મે છે તે માત્ર વિચાર-તરંગરૂપે ન રહેતાં શુભભાવવર્ધક શક્તિરૂપે આવિષ્કાર પામે છે.
આપણું મન જ્યાં સુધી આપણા પોતાના વિચાર માટે વપરાય છે ત્યાં સુધી તેની અસલ ખુમારીની આપણને મુદ્દલ જાણ થતી નથી, પરંતુ આપણે જ્યારે તે મનને શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ભાવવડે વાસિત કરીએ છીએ ત્યારે તેમાંથી જે પવિત્ર પરિણામધારા પ્રગટે છે તેમાં પાપના મૂળને નિર્મૂળ કરવાની અચિંત્ય સૂક્ષ્મ શક્તિ હોય છે.
૧૫૮ ૦ ધર્મ-ચિંતન