________________
પ્રભુજી પ્રત્યેનો ભક્તિભાવ ભાવાત્મક રહે છે.
આજ્ઞા પ્રત્યેના સાચા આદરપૂર્વક એ ભાવ ક્રિયા માર્ગે વહેતો થાય છે.
રાજ્યનીતિકાર જણાવે છે કે, રાજાની આજ્ઞાનો ભંગ કરવો તે વિના શસ્ત્ર તેના મસ્તકનો છેદ કરવા બરાબર છે.
તે જ રીતે દેવાધિદેવની આજ્ઞાની વિરાધના એ સ્વયં દેવાધિદેવના તિરસ્કાર સમાન છે.
આજ્ઞાના તિરસ્કારના પરિણામનો જે બન્ધ પડે છે, તે જીવને આ જગતમાં ઠેરઠે૨ તિરસ્કારપાત્ર બનાવે છે.
આજ્ઞાની આરાધના એટલે આજ્ઞાકાર ભગવંતને ત્રિવિધે સમર્પિત થવું તે. સમર્પણભાવવિહોણી આજ્ઞાની આરાધના આજ્ઞાકાર ભગવંતના હૃદય સાથે આજ્ઞાપાલકને જોડી નથી શકતી.
મન હૃદયને નમે, હૃદયમાં બિરાજમાન ત્રિભુવનપતિને નમે તે પછી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નિરાધાર બની જાય, કારણ કે એમનું નિવાસસ્થાન પ્રભુજીને સમર્પિત થઈ જાય એટલે એમને ત્યાંથી ઉચાળા ભર્યે જ છૂટકો.
એકનિષ્ઠાપૂર્વક થતું પ્રભુઆજ્ઞાનું પાલન મનને ભર્યું-ભર્યું શખે છે, એ મનમાં જે ભાવ ઉછાળા મારતો હોય છે તેનામાં અજબ પવિત્ર શક્તિ હોય છે. એ શક્તિ પોતાનો વિઘ્નહર ધર્મ બજાવતી રહે છે. તેમ જ મંગલને આકર્ષતી રહે છે.
આજ્ઞાપાલનમાં હૃદય આજ્ઞાને સોંપવાનું રહે છે. તે પછી એ હૃદયમાં ચૌદરાજલોકમાં રહેલા જીવોના કલ્યાણનો પવિત્ર ભાવ ઉદ્ભવે છે. તેમ જ આજ્ઞાના પાલનસ્વરૂપ નાનામાં નાના અનુષ્ઠાન યા વ્રત દ્વારા આરાધક આત્મા ભાવથી ‘સર્વનો સ્નેહી' બની રહે છે.
આજ્ઞા સાથેના જોડાણ માટે શ્રીનવકાર છે.
નમસ્કારમાં પ્રેમ વધે તેમ આજ્ઞાપાલનમાં ઉમંગ વધે.
આજ્ઞાપાલન એ જ આપણો ધર્મ છે.
મોટાની આજ્ઞાના ભંગની સજા મોટી તેમ તેમની આજ્ઞાની આરાધનાનું ફળ પણ મોટું.
આજ્ઞા દ્વારા પોતે પ્રભુ સાથે જોડાય છે, પ્રભુજીના સ્વભાવને પોતામાં પ્રગટાવી શકે છે, એ સત્ય આજ્ઞા અને હૃદયના સુમેળ પછી જીવંત બની જાય છે.
૧૭૪ ૦ ધર્મ-ચિંતન