________________
- આજ્ઞા સાથેનો સંબંધ, પાપના સ્થાનકમાં પ્રવેશ કરતાં અટકાવે છે. જાણે કોઈ અગોચર શક્તિ પોતાનો હાથ ઝાલીને પોતાને તે સ્થાનમાં ન જવાનું ફરમાન કરી રહી હોય તેવો સચોટ અનુભવ આજ્ઞા સાથેના ઘનિષ્ઠ સંબંધ પછી ઘણીવાર થતો હોય છે.
પરમકૃપાળુ ભગવંતની પરમતારકશક્તિના નિચોડરૂપ આજ્ઞા સાથેના ત્રિવિધ જોડાણના પ્રભાવે ધર્મનો આરાધક પોતે જે જાગૃતિ તેમ જ અપ્રમત્તતાનો અનુભવ કરે છે તે વર્ણનાતીત છે. ' પોતાનો ઉપયોગ સહેજ ચલિત થાય છે, તેની સાથે પોતાની અંદરની દુનિયામાં જે ખળભળાટ શરૂ થાય છે તે આજ્ઞાની વિરાધના એ કેટલું અધમ કૃત્ય છે તેનો સબળ પુરાવો છે.
રાજાની આજ્ઞાનો ભંગ તે ગુન્હો ગણાય. દેવાધિદેવની આજ્ઞાનો ભંગ તે પાપ ગણાય.
ગુહાની સજા કરતાં પાપની સજા વધુ જ હોય. કારણ કે રાજા કરતાં ત્રિભુવનના સ્વામીની આજ્ઞાનું વજન વધુ રહ્યું છે, રહે છે તેમ જ રહેવાનું છે.
મને ભગવાન વહાલા છે,” એમ બોલનારા ભાગ્યશાળીઓ ભગવાન કરતાં પણ અધિક વહાલથી કોઈને પણ ભજવા ઉત્સુક બને તે બરાબર ન ગણાય, એટલું જ નહિ પરંતુ તેઓ જેમને પ્રભુ કરતાં પણ અધિક ભાવપૂર્વક ભજવા-નવા પ્રેરાય છે, તેમનામાં પ્રભુ કરતાં કયા વધારે ચઢીયાતા ગુણો યા શક્તિનાં દર્શન કરતા હોય છે? કે પછી માત્ર ઐહિકલાભના લોભે આ રીતની કૃતજ્ઞતા સેવાય છે ?
આ મુદ્દો અધિક ગંભીર વિચારણા માગી રહ્યો છે. કારણ કે દેવાધિદેવની આજ્ઞા સાથે અનેક રીતે જોડાયેલા હોવા છતાં આપણું જોડાણ જીવના હિતની વૃત્તિ અને પ્રવૃત્તિ સાથે હોવું જોઈએ તેના કરતાં અધિકાંશે આપણા જ સ્થૂલ સ્વાર્થ સાથે વધુ હોય તેવું આજના વાતાવરણના અભ્યાસ પછી સ્પષ્ટ સમજાય છે.
પ્રભુજીને નમીએ, પ્રભુજીની આજ્ઞાને નમીએ એ આજ્ઞાનું રહસ્ય સમજાવનારા પરમપૂજય ગુરુ ભગવંતોને નમીએ અને છતાં અંદરથી બીજે જ નમતા રહીએ, ત્યાં સ્વાર્થ તેમ જ અહં સિવાય કોઈને પણ પ્રવેશવા જ ન દઈએ, તો આપણને નમસ્કારમાં રતિ-પ્રેમ છે, એવું આપણે બોલી શકીએ ખરા કે ?
નમસ્કારનો પ્રેમ નમસ્કાર્ય ભગવંતોની આજ્ઞા સાથે પ્રેમ કરવાની પાત્રતા પ્રગટાવે જ છે. નમસ્કારમાં પ્રેમ પ્રગટ્યાની એ પવિત્ર નિશાની છે.
ધર્મ-ચિંતન૧૭૩